Not Set/ ઓટસ્ અને કિસમિસની કુકિઝ, બનાવવાની રીત

સામગ્રી 3/4 કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્ 3/4 કપ ઘઉંનો લોટ 1/4 કપ બ્રાઉન શુગર 1/4 કપ સમારેલી કિસમિસ 1 ટેબલસ્પૂન લો ફૅટ માખણ 2 ટેબલસ્પૂન લો ફૅટ દૂધ બનાવવાની રીત   એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ એકબંધ થાય તે રીતે હળવેથી મિક્સ કરી લો. હવે બેકિંગ ટ્રે પર એક એલ્યુમિનીયમની ફોઈલ પાથરી લો. તૈયાર કરેલા મિશ્રણના 9 સરખા […]

Food Lifestyle
mahi hga 1 ઓટસ્ અને કિસમિસની કુકિઝ, બનાવવાની રીત

સામગ્રી

3/4 કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
3/4 કપ ઘઉંનો લોટ
1/4 કપ બ્રાઉન શુગર
1/4 કપ સમારેલી કિસમિસ
1 ટેબલસ્પૂન લો ફૅટ માખણ
2 ટેબલસ્પૂન લો ફૅટ દૂધ

બનાવવાની રીત  

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ એકબંધ થાય તે રીતે હળવેથી મિક્સ કરી લો. હવે બેકિંગ ટ્રે પર એક એલ્યુમિનીયમની ફોઈલ પાથરી લો.

તૈયાર કરેલા મિશ્રણના 9 સરખા ભાગ પાડી, દરેક ભાગને 50 મી. મી. (2)ના ગોળાકાર બનાવી પાતળી કુકિઝ તૈયાર કરો.

આમ તૈયાર કરેલી કુકિઝને બેકિંગ ટ્રે પર લાઈનમાં ગોઠવી, આગળથી ગરમ કરેલા ઓવનમાં 180° સે. (360° ફે. ) તાપમાન પર 35 થી 40 મિનિટ સુધી બેક કરી લો. વચ્ચે એક વખત 20 મિનિટ પછી કુકિઝને ઉથલાવી લેશો.

ઠંડી પાડયા પછી હવાબંધ બરણીમાં ભરી રાખો.