સામગ્રી
1/2 કપ ખમણેલા ગાજર
1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
1/4 કપ ચોખાનો લોટ
1/4 કપ સોયાનો લોટ
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
એક ચપટીભર હળદર
મીઠું (સ્વાદાનુસાર)
1 ટીસ્પૂન તેલ
ચોખાનો લોટ (વણવા માટે)
તેલ (રાંધવા માટે)
બનાવવાની રીત
એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો. આ કણિકના 6 સરખા ભાગ પાડી દરેક ભાગને 125 મી. મી. (5) ના ગોળાકારમાં થોડા સૂકા ચોખાના લોટની મદદથી વણી લો.
એક નોન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તરત જ પીરસો.