Not Set/ ચોમાસમાં ઘરની દિવાલોમાં ભેજ આવે છે ? પોપડીઓ  ખરે છે ?  તો બચવા માટે આ રહી ખાસ ટીપ્સ

અમદાવાદ ચોમાસુ આવે એટલે ઘરની દિવાલો પર ભેજ દેખાવવાનો ચાલુ થઇ જાય. દિવાલોમાં પાણી ગળવાના કારણે તેનામાંથી પ્લાસ્ટર, અને પેઈન્ટ નીકળવા લાગે છે. ઘરની દિવાલો, છતની કિનારીઓ, કિચન કે પછી બાથરૂમ માં નજર આવનારી તિરાડો માત્ર વરસાદને લીધે જ નજરમાં નથી આવતી પણ તેના ઘણા અન્ય કારણો પણ જવાબદાર હોય છે જેમ કે જમીન નું પાણી જે દીવાલો […]

Lifestyle
PPPPL ચોમાસમાં ઘરની દિવાલોમાં ભેજ આવે છે ? પોપડીઓ  ખરે છે ?  તો બચવા માટે આ રહી ખાસ ટીપ્સ

અમદાવાદ

ચોમાસુ આવે એટલે ઘરની દિવાલો પર ભેજ દેખાવવાનો ચાલુ થઇ જાય. દિવાલોમાં પાણી ગળવાના કારણે તેનામાંથી પ્લાસ્ટર, અને પેઈન્ટ નીકળવા લાગે છે. ઘરની દિવાલો, છતની કિનારીઓ, કિચન કે પછી બાથરૂમ માં નજર આવનારી તિરાડો માત્ર વરસાદને લીધે જ નજરમાં નથી આવતી પણ તેના ઘણા અન્ય કારણો પણ જવાબદાર હોય છે જેમ કે જમીન નું પાણી જે દીવાલો થી બિલ્ડીંન્ગની ઉપર સુધી આવી જતુ હોય છે.

ઘરમાં ભેજ વધે તો બીમારી પેદા થઈ શકે છે. ઘર બનાવતા સમયે ખરાબ ક્વોલિટીના સિમેન્ટ-કોંક્રેટનો ઉપયોગ,લીક કરતી પાઈપ, વરસાદનું પાણી, છતના ઢાળની વ્યવસ્થા સારી ન હોવી, યોગ્ય વેન્ટીલેશન ન હોય તો પણ ચોમાસમાં મોઈશ્ચર થઈ શકે છે.

આવામાં શું કરવું તેની ટિપ્સ તમને આપીશું.

-ઘરમાં ક્યાંય પણ પાણીનો સંગ્રહ ન થાય તેનું ધ્યાન રાખો.દિવાલોમાં પાણી આવે તો તેનો તાત્કિલક ઉપયોગ કરો.

-બારી અને દરવાજાની ફ્રેમ સીલબંધ છે કે નહિ તે ચેક કરો.

-સૌથી પહેલા તો ભેજના કારણોની જાણ કરવી જરૂરી છે જેથી તેને રોકી શકાય. ભેજને શોધવાના બે ઉપાયો છે. પહેલું એ છે કે વોટર ટેન્કમાં થોડું પાણી ભરીને તેમાં કપડામાં નાખવામાં આવતી ગળીને મિલાવો અને તેને બે દિવસ સુધી રહેવા દો. જયારે આ ટેન્ક માનું પાણી આવશે ત્યારે તેનાથી લીકેજ વાળી જગ્યા પર નીલો રંગ નજરમાં આવશે. જેના દ્વારા લીકેજની જગ્યા ની જાણ થઇ શકશે. તેને પ્લાસ્ટર ની મદદથી ઠીક કરી શકાય છે. વોટરપૃફિંગ પ્રોડક્ટ્સ આ સિલન થી બચવા માટે ખુબ જ અસરદાર હોય છે.

-છત કે દિવાલમાંથી પાણી પડતું હોય તો રિપેર કરાવો.

-ઘરમાં વેન્ટીલેશનની વ્યવસ્થા યોગ્ય રાખો. બાથરૂમના શાવર કે રસોઈઘરમાંથી વરાફ બહાર ન નીકળે તો પણ રૂમની દિવાલ પર મોઈશ્ચર થાય છે. આવામાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો.

-ઘરેલું ડિહ્યુમિડિફાયર યોગ્ય વિકલ્પ છે. તેમાં બેક્ટેરીયા અને રોગાણુઓને મારવા માટે અતિરિક્ત યુપી લેમ્પ હોય છે. કેટલાકમાં વાસ શોષિત કરી લે તેવું કાર્બન ફિલ્ટર પણ હોય છે.

-દિવાલો પર વોટરપ્રુફ કોટ્સ લગાવવું સારો વિકલ્પ છે. તેનાથી વરસાદના પાણીની અસર દિવાલ પર રહેતી નથી. છત પર વોટરપ્રુફ રુફ કોટિંગનો ઉપયોગ કરો. જેથી પાણીની ભરાવથી બચી શકાય.