Not Set/ કોળાની સુકી ભાજી, આજે જ તમારા ઘરે કરો ટ્રાય

સામગ્રી 4 કપ લાલ કોળું 1/4 ટીસ્પૂન મેથીના દાણા 1/4 ટીસ્પૂન રાઇ 1/4 ટીસ્પૂન જીરૂ 1/4 ટીસ્પૂન વરિયાળી 1/2 ટીસ્પૂન ધાણા પાવડર 1/2 ટીસ્પૂન મરચાં પાવડર 1/4 કપ સ્લાઇસ કરેલા કાંદા 1 ટીસ્પૂન આદૂની પેસ્ટ 1 ટીસ્પૂન સાકર મીઠું (સ્વાદાનુસાર) 1/2 ટીસ્પૂન હળદર 1/2 ટીસ્પૂન આમચૂર બનવવાની રીત એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી 10 સેકંડ સુધી સૂકા શેકી લો. […]

Food Lifestyle
mahijn 1 કોળાની સુકી ભાજી, આજે જ તમારા ઘરે કરો ટ્રાય

સામગ્રી

4 કપ લાલ કોળું
1/4 ટીસ્પૂન મેથીના દાણા
1/4 ટીસ્પૂન રાઇ
1/4 ટીસ્પૂન જીરૂ
1/4 ટીસ્પૂન વરિયાળી
1/2 ટીસ્પૂન ધાણા પાવડર
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
1/4 કપ સ્લાઇસ કરેલા કાંદા
1 ટીસ્પૂન આદૂની પેસ્ટ
1 ટીસ્પૂન સાકર
મીઠું (સ્વાદાનુસાર)
1/2 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન આમચૂર

બનવવાની રીત

એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી 10 સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને 2 ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી 10 સેકંડ સુધી રાંધી લો.

તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને 2 ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં લાલ કોળું, સાકર, મીઠું, હળદર અને 3/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. વાસણને ઢાંકણ વડે ઢાંકી મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં આમચૂર પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 1 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તરત જ પીરસો.