Not Set/ ખુબ ગુણકારી છે લાલ ચંદન, જોણો ફાયદો…

ચંદનનાં તેલમાં પેઢાને મજબુત કરવાના તત્વો રહેલાં છે તેથી તેનો મોટા ભાગે ઉપયોગ દંત મંજનોમાં કરવામાં આવે છે….

Health & Fitness Lifestyle
ચંદન

માથાનો દુ:ખાવો
માથાનો દુ:ખાવો થાય તો લાલ ચંદનનો લેપ લગાવવાથી રાહત મળે છે.

ઘા રૂંઝાશે
જો તમને કોઈ કારણસર ઈજા પહોંચી હોય, તો જલ્દી ઠીક થવા માટે લાલ ચંદન ઉપયોગી નિવળી શકે છે.

દાંતને મજબુત બનાવે
ચંદનનાં તેલમાં પેઢાને મજબુત કરવાના તત્વો રહેલાં છે તેથી તેનો મોટા ભાગે ઉપયોગ દંત મંજનોમાં કરવામાં આવે છે.

ચમકતી ત્વચા
લાલ ચંદનનાં પાઉડરમાં પાણી કે ગુલાબ જળ ભેળવીને પેસ્ટ બનાવો અને 10 મિનીટ સુધી ચહેરામાં લગાવો.

ખંજવાળ દૂર કરે
શરીરનાં કોઇ પણ ભાગ પર ખંજવાળ આવતી હોય, તો લાલ ચંદનનાં પાઉડરમાં હડદર અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને લગાવવાથી ખંજવાળ દૂર થાય છે.

કાળાશ દુર કરે
શરીરનાં કોઈ પણ ભાગનો રંગ કાળો પડી ગયો હોય તો બે ચમચી બદામનું તેલ, પાંચ ચમચી નારિયેલનું તેલ અને ચાર ચમચી ચંદન પાઉડર ભેળવીને લગાવો, તેનાથી કાળશ તો દૂર થશે જ સાથે જ ત્વચા નિખરશે.

વાળને પોષણ
ચંદનને તમે કન્ડીશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે વાળને મજબૂત કરે છે.

ગરમીમાં ઠંડકનો અહેસાસ
ગરમીમાં સાબુનો ઉપયોગ કરવાને બદલે ચંદનનાં પાઉડર કે પેસ્ટનો ઉપયોગ કરો. તેનાથી તમને ઘણો આરામ મળશે. લાલ ચંદનમાં દુર્ગંધ દુર કરવાનો પણ ગુણ હોય છે