રેસીપી/ આપની રસોઇ આપના સુધી.. ઝટપટ બનાવો સાબદાણાની ખીર અને ફરારી પિઝા

શિયાળાની મોસમ છે ત્યારે ગરમગરમ ખીર મળે તો મજા જ આવી જાય અને સાથે પીઝાની લીજ્જત હોય તો વાહ..કહેવુ જ શું. પરંતુ સામાન્ય રીતે ચોખાની ખીર તો આપણે સૌ બનાવીએ જ છે પરંતુ સાબુદાણાની ખીર પણ મજાની હોય છે. ઉપવાસ માટે ખાસ બનાવવામાં આવતા પીઝા અને સાબુદાણાની ખીરની મજા ગમે ત્યારે માણી શકાય છે

Food Lifestyle
1 આપની રસોઇ આપના સુધી.. ઝટપટ બનાવો સાબદાણાની ખીર અને ફરારી પિઝા

શિયાળાની મોસમ છે ત્યારે ગરમગરમ ખીર મળે તો મજા જ આવી જાય અને સાથે પીઝાની લીજ્જત હોય તો વાહ..કહેવુ જ શું. પરંતુ સામાન્ય રીતે ચોખાની ખીર તો આપણે સૌ બનાવીએ જ છે પરંતુ સાબુદાણાની ખીર પણ મજાની હોય છે. ઉપવાસ માટે ખાસ બનાવવામાં આવતા પીઝા અને સાબુદાણાની ખીરની મજા ગમે ત્યારે માણી શકાય છે.

સાબુદાણાની ખીર

3 આપની રસોઇ આપના સુધી.. ઝટપટ બનાવો સાબદાણાની ખીર અને ફરારી પિઝા

સામગ્રીઃ દૂધ દોઢ લિટર, સાબુદાણા પા કપ, એલચીનો પાવડર-પા ચમચી, સમારેલો મેવો જરૃર પૂરતો, કેસર થોડા તાંતણા

રીતઃ સાબુદાણાને ખીર બનાવવાના અડધો કલાક પહેલાં ધોઈ, પાણી નીતારી ને રાખી મુકો. જાડા તળિયાવાળી તપેલીમાં દૂધ ગરમ કરો, દૂધ ઉકળવા લાગે અને તેમાં ચાર પાંચ ઊભરા આવે એટલે સાબુદાણા નાખી દો. આને સતત હલાવતા રહો, સાબુદાણા બરાબર ગળી જવા દો. તે પછી તેમાં ખાંડ નાખો. ખીર ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા એકદમ પારદર્શક થઈ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લો. કેસરને થોડા પાણીમાં ઘોળો. હવે ખીરમાં સમારેલો મેવો, એલચીનો પાવડર અને કેસર ભેળવો. આના પર તમે ઈચ્છો તો કાજુના ટુકડા અને પિસ્તાના ટુકડા ભભરાવી શકો.

ફરાળી પિઝા

2 આપની રસોઇ આપના સુધી.. ઝટપટ બનાવો સાબદાણાની ખીર અને ફરારી પિઝા

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ બટાકા, ૫૦ ગ્રામ મોરૈયાનો લોટ, ૨૦૦ ગ્રામ દૂધી, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૧ ટીસ્પૂન તલ, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ઝૂડી લીલા ધાણા, ૧ લીંબુ  માખણ, મીઠું, તેલ, તજ, લવિંગ, ખાંડ, મરચું જરૃર પ્રમાણે.

રીતઃ બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં મીઠું અને મોરૈયાનો લોટ નાંખી બરોબર મસળીને તેની કણક બાંધો. બૅકિંગ ડિશમાં તેલ લગાડી તેમાં બટાકાનો રોટલો બનાવો. તેના પર ચટણી લગાડી દૂધીનું છીણ પાથરી કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. થોડું મરચું અને માખણ લગાવી ઓવનમાં બૅક કરી દહીંની ચટણી સાથે પિઝા સર્વ કરો. ચટણી બનાવવા લીલા મરચા, આદુ, મીઠું અને ધાણા નાંખી થોડો લીંબુના રસને મિક્સ કરો. દૂધીને છીણીને તેલ મુકી તજ, લવિંગનો વઘાર કરો. તે બરોબર બફાય પછી તેમાં ખાંડ, ગરમ મસાલો અને લીંબુ તથા લીલા ધાણા નાંખી મિશ્રણ તૈયાર કરવું. ફરાળી પિઝા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે.