Farali Recipe/ ઘરે બનાવો ફરાળી આલુ પરાઠા , નોંધીલો રેસીપી….

ફરાળી આલુ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બનાવીને પણ ટ્રાય કરી શકો છો

Food Lifestyle
Untitled 383 ઘરે બનાવો ફરાળી આલુ પરાઠા , નોંધીલો રેસીપી....

આલુ પરાઠાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે.  તો આજે અમે તમારા માટે ફરાળી આલુ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બનાવીને પણ ટ્રાય કરી શકો છો તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી આલુ પરાઠા…

Untitled 382 ઘરે બનાવો ફરાળી આલુ પરાઠા , નોંધીલો રેસીપી....

સામગ્રી

300 ગ્રામ – બાફેલા બટાકાનો માવો
250 ગ્રામ – રાજગરાનો લોટ
1 બાઉલ – દહીં
50 ગ્રામ – સમારેલી કોથમીર
50 ગ્રામ – ફુદીનાના પાન
2 ચમચી – આદું-મરચાંની પેસ્ટ
50 ગ્રામ – શેકેલા સિંગ દાણા
1 ચમચી – તલ
જરૂરિયાત મુજબ – તેલ
સ્વાદાનુસાર – સિંધવ મીઠું

Untitled 381 ઘરે બનાવો ફરાળી આલુ પરાઠા , નોંધીલો રેસીપી....

 

બનાવવાની રીત

સૌ પ્રથમ બટાકા કૂકરમાં બાફીને છાલ ઉતારી મેશ કરી લો. બટાટાના માવામાં શેકેલા સિંગ દાણાનો અધકચરો ભૂકો, ફુદીનાના પાન, કોથમીર આદું -મરચાની પેસ્ટ, સિંધવમીઠું મિક્સ કરી દો. હવે રાજગરના લોટમાં તેલનું મોણ નાખીને તેમાં મીઠું,તલ ભેળવીને લોટ બાંધી લો. લોટમાંથી લૂઆ કરી પરાઠા વણી લો. હવે પરાઠાના અડધા ભાગમાં બાફેલા બટાકાનો માવો પાથરો. હવે પરાઠાને ફોલ્ડ કરી ત્રિકોણાકાર બનાવીને ફરીથી હળવા હાથે વણો. નોનસ્ટિક લોઢી પર તેલ મૂકી શેકો અને ગરમાગરમ ફરાળી આલૂ પરોઠાં નો ઠંડા દહીં સાથે સ્વાદ માણો.

આ પણ વાંચો:શરીરની અનેક સમસ્યામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

આ પણ વાંચો: સ્વીમીંગ પુલનું પાણી એટલે બીમારીઓને ભાવભર્યું આમંત્રણ, વાંચો કેમ..

આ પણ વાંચો:ક્યાંક કબૂતર તો નથીને આ બીમારીઓનું કારણ? આસપાસ ભેગા થતાં જ થઇ જાવ સાવધાન

આ પણ વાંચો:આ સ્મૂધી પીધા પછી તમારે નાસ્તો બનાવવો પડશે નહીં અને તમારું વજન તરત જ ઘટશે

આ પણ વાંચો:તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !