Recipe/ ઘરે આ રીતે બનાવો મસાલા ઉત્તપમ, ખાવાની મજા પડી જશે

એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન મસાલો બનાવીશું અને ઉત્તપમ બનાવીશું જેને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરી શકો છો.

Food Lifestyle
ઉત્તપમ

આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ મસાલા ઉત્તપમ. આપને એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન મસાલો બનાવીશું અને ઉત્તપમ બનાવીશું જેને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરી શકો

Untitled 10 10 ઘરે આ રીતે બનાવો મસાલા ઉત્તપમ, ખાવાની મજા પડી જશે

સામગ્રી

  • એક ચમચી ચણાની દાળ
  • એક ચમચી અડદની દાળ
  • એક ચમચી રાઈ
  • એક ચમચી છીણેલું આદુ
  • બે સમારેલા લીલા મરચા
  • ૧/૪ ચમચી હળદળ
  • ૭-૮ લીમડાના પાન
  • એક મોટી ડુંગળીના મોટાં સમારેલા ટુકડાં
  • લીલા વટાણા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૨ મોટાં બાફેલાં બટાકા
  • કોથમીર

મસાલા ઉત્તપમ બનાવવાની રીત :

એક પેન મા બે ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ અને અડદ ની દાળ એડ કરી દો. જ્યાં સુધી દાળ નો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને સાંતળી લો. દાળ નો કલર બદલાય એટલે તેમાં રાઈ, આદુનું છીણ, અને લીલા મરચા એડ કરો.હવે તેમાં લીમડાના પાન, સમારેલી ડુંગળી, લીલા વટાણા, મીઠી, કોથમીર અને બાફેલાં બટાકા નાખી સારી રીતે મેશ કરી મિક્સ કરી લો. બરાબર મસાલો મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી મસાલો ઠંડો થવાએક બાઉલમાં ઈડલી નું બેટર અથવા તો ઢોસા નું બેટર લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લો. બેટર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બેટર પાતળું નાં થઈ જાય. તમારું બેટર થોડું થીક હોવું હોય એવું બનાવવુ.

હવે એક પેન માં એક ચમચી તેલ લઇ બ્રશ વડે પેન મા તેલ છૂટું કરી દો. થોડું તેલ ગરમ થાય એટલે એક કપડા વડે પેન મા રહેલા તેલ ને લૂછી લો. હવે એક મોટા ચમચા વડે થોડું બેટર લઈ પેન મા વચ્ચે એડ કરો.

Untitled 10 11 ઘરે આ રીતે બનાવો મસાલા ઉત્તપમ, ખાવાની મજા પડી જશે

હવે ધીમો ગેસ કરી બનાવેલ મસાલા ને તેમાં એડ કરી તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, અને કોથમીર એડ કરી બેટર સાથે મસાલાને પ્રેસ કરી લો. હવે ઢાંકણું ઢાંકી ૪-૫ મીનીટ માટે ઉત્તપમ ને થવા દો.

૪-૫ મીનીટ પછી ઢાંકણું ખોલી ઉત્તપમ પર થોડું તેલ સ્પ્રેડ કરી બીજી બાજુ ફેરવી દો. બીજી બાજુ ઉત્તપમ ને ફેરવ્યા પછી ઢાંકણું ઢાંકી થોડી વાર થવા દો. ૩-૪ મીનીટ પછી બીજી બાજુ પણ ઉત્તપમ તૈયાર થઈ ગયો હસે. તો અહિયાં તમારો મસાલા સ્ટાઈલ ઉત્તપમ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ ઉત્તપમ ને નારીયેળ ની ચટણી સાથે સર્વ કરો.

આ પણ વાંચો:શરીરની અનેક સમસ્યામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

આ પણ વાંચો: સ્વીમીંગ પુલનું પાણી એટલે બીમારીઓને ભાવભર્યું આમંત્રણ, વાંચો કેમ..

આ પણ વાંચો:ક્યાંક કબૂતર તો નથીને આ બીમારીઓનું કારણ? આસપાસ ભેગા થતાં જ થઇ જાવ સાવધાન

આ પણ વાંચો:આ સ્મૂધી પીધા પછી તમારે નાસ્તો બનાવવો પડશે નહીં અને તમારું વજન તરત જ ઘટશે

આ પણ વાંચો:તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !