Not Set/ જલ્દી ઉઠવાથી થાય છે ઘણા લાભ, ડિપ્રેશનનો ખતરો અનેક ગણો ઘટી શકે

અમદાવાદ, તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સવારે વહેલી તકે ઉઠી જવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે. જે લોકો સવારે વહેલી તકે ઉઠી જવાની ટેવ ધરાવે છે તેમનામાં અનેક બિમારીનો ખતરો તો પહેલાથી જ ઘટી જાય છે. તેમની માનસિક સ્થિતી પણ સારી રહે છે. વહેલી તકે ઉઠી જતા લોકોમાં […]

Health & Fitness Lifestyle
dff 6 જલ્દી ઉઠવાથી થાય છે ઘણા લાભ, ડિપ્રેશનનો ખતરો અનેક ગણો ઘટી શકે

અમદાવાદ,

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સવારે વહેલી તકે ઉઠી જવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે. જે લોકો સવારે વહેલી તકે ઉઠી જવાની ટેવ ધરાવે છે તેમનામાં અનેક બિમારીનો ખતરો તો પહેલાથી જ ઘટી જાય છે. તેમની માનસિક સ્થિતી પણ સારી રહે છે. વહેલી તકે ઉઠી જતા લોકોમાં સિજોફ્રેનિયા અને ડિપ્રેશન જેવી માનસિક બિમારીનો ખતરો ખુબ ઓછો રહે છે. આ અભ્યાસમાં અને તબીબો પણ માને છે કે માનસિક સ્વાસ્થને જાળવી રાખવા માટે પણ કેટલીક પહેલ જરૂરી હોય છે. સવારમાં વહેલી તકે ઉઠવાથી ડાયાબિટીસ અને સ્થુળતાનો ખતરો પણ ઓછો રહે છે.

નવા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ડાયાબિટીસ અને સ્થુળતા હોવા સાથે કોઇ સંબંધ નથી. વહેલી સવારે ઉઠી જવાના જે ફાયદા રહેલા છે તેમાં સાફ અને શુદ્ધ ઓક્સીજન ફેફસાને મળે છે. જેના કારણે શ્વાસની તકલીફને દુર કરવામાં મદદ મળે છે. ફેફસા સ્વસ્થ રહે છે. કસરત કરવાથી બ્લડ સરક્યુકેશનમાં વધારો થાય છે. જેના કારણે હાર્ટ મજબુત રહે છે. હાર્ટની બિમારી ઓછી થાય છે. કેટલીક માનસિક બિમારી પણ દુર થાય છે. સવારે ઉઠીને યોગ અને પ્રાણાયામ કરવાથી પણ લાભ થાય છે.

દિવસભર તાજગી રહે છે. કામ પર સારી અસર થાય છે. કેટલાક નિષ્ણાંતોએ એમ પણકહ્યુ છે કે જ્યારે કોઇને બળજબરીપૂર્વક તેની બોડી ક્લોકની સામે ઉઠવા માટે કહેવામાં આવે છે ત્યારે તેની પણ માઠી અસર થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં 15 મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. તાઈબાનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે.

અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો 30 મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે 30 મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે.