Recipe/ ચટ્ટાકેદાર દિલ્હી ચાટ બનાવવાની Recipe

ઉપર દહીંનો મસ્કો, લસણની ચટણી અને ખજૂરની ચટણી રેડવી, ઉપર સેવ ભભરાવી સજાવટ કરવી

Food Lifestyle
chaat ચટ્ટાકેદાર દિલ્હી ચાટ બનાવવાની Recipe

દિલ્હી ચાટ બનાવવા માટેની સામગ્રી:
-200 ગ્રામ અડદની દાળ
-50 ગ્રામ ચોખા
-100 ગ્રામ મેંદો
-150 ગ્રામ બટાકા (બાફીને)
-100 ગ્રામ ફણગાવેલા મગ (બાફીને)
-50 ગ્રામ ચણા (પલાળી-બાફીને)
-50 ગ્રામ બુંદી
-50 ગ્રામ સેવ
-1 ટેબલસ્પૂન ચાટ મસાલો
-મીઠું, મરચું, તેલ, તજ, લવિંગ

સજાવટ માટેની સામગ્રી:
-દહીંનો મસ્કો (મીઠું-ખાંડ નાખીને)
-લસણની લીલી ચટણી
-ખજૂર-આબલીની ચટણી

દિલ્હી ચાટ બનાવવા માટેની રીત:
અડદની દાળ અને ચોખાને પલાળી,વાટી, તેમાં મીઠું,આદું-મરચાં અને તેલનું મોણ નાખી ફીણી તેનાં વડાં બનાવી તેલમાં તળી લેવાં. મેંદાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી, કણક બાંધી પૂરી બનાવવી. કાપા પાડી તેલમાં કડક તળી લેવી. એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગ (અધકચરા કરી)નો વઘાર કરી બટાકાના કટકા ફણગાવેલા મગ, ચણા, મીઠું, મરચું અને ચાટ મસાલો નાખી, હલાવી ઉતારી લેવું. તેમાં બુંદી અને પૂરીના કટકા નાખવા. એક બાઉલમાં વડા મૂકી, આજુબાજુ ભેળ મૂકી, ઉપર દહીંનો મસ્કો, લસણની ચટણી અને ખજૂરની ચટણી રેડવી, ઉપર સેવ ભભરાવી સજાવટ કરવી. તો તૈયાર છે ટેસ્ટમાં બેસ્ટ એવી ચાટ- દિલ્હી ચાટ…

આ પણ વાંચો-  ‘બીટ’ ના સેવનથી દૂર થતી બીમારીઓ, જાણો અતિ-ગુણકારી બીટના ફાયદા

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે