Not Set/ મસાલાવાળા તુરીયાનું શાક, બનાવવાની રીત

સામગ્રી 2 કપ જાડી સ્લાઇસ કરેલા તુરીયા 2 ટીસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન જીરૂ 1/2 કપ સમારેલા કાંદા 1/2 ટીસ્પૂન હળદર 1ટીસ્પૂન ખમણેલું આદ 1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1 3/4 કપ તાજું ટમેટાનું પલ્પ 1 1/2 ટીસ્પૂન ધાણા-જીરા પાવડર 1 ટીસ્પૂન મરચાં પાવડર 1 ટીસ્પૂન આમચૂર મીઠું  (સ્વાદાનુસાર) સજાવવા માટે 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર બનાવવાની રીત  એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, […]

Food Lifestyle
maahiyau e1528527037335 મસાલાવાળા તુરીયાનું શાક, બનાવવાની રીત

સામગ્રી

2 કપ જાડી સ્લાઇસ કરેલા તુરીયા
2 ટીસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન જીરૂ
1/2 કપ સમારેલા કાંદા
1/2 ટીસ્પૂન હળદર
1ટીસ્પૂન ખમણેલું આદ
1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1 3/4 કપ તાજું ટમેટાનું પલ્પ
1 1/2 ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
1 ટીસ્પૂન મરચાં પાવડર
1 ટીસ્પૂન આમચૂર
મીઠું  (સ્વાદાનુસાર)

સજાવવા માટે

2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત 

એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં હળદર, આદૂ, લીલા મરચાં અને 1 ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.

તે પછી તેમાં ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર અને આમચૂર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધી લો.

છેલ્લે તેમાં તુરીયા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર 8 મિનિટ સુધી અથવા તુરીયા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.