Not Set/ આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરની ચાટ…

સામગ્રી 3/4 કપ બાફેલા બટાકાના ટુકડા 1 1/2 કપ તળેલા પનીરના ટુકડા 5ટેબલસ્પૂન તેલ 3/4 કપ બાફેલા લીલા વટાણા 1/2 ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ મીઠું , સ્વાદાનુસાર 1 1/2ટીસ્પૂન ચાટ મસાલો 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1 1/2 ટીસ્પૂન લીંબુનો રસ સજાવવા માટે 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર બનાવવાની રીત  એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરો અને તેમાં બટાકા ઉમેરી, તેને મધ્યમ તાપ પર 8 થી […]

Food Lifestyle
mahi vv આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરની ચાટ...

સામગ્રી

3/4 કપ બાફેલા બટાકાના ટુકડા
1 1/2 કપ તળેલા પનીરના ટુકડા
5ટેબલસ્પૂન તેલ
3/4 કપ બાફેલા લીલા વટાણા
1/2 ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
મીઠું , સ્વાદાનુસાર
1 1/2ટીસ્પૂન ચાટ મસાલો
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1 1/2 ટીસ્પૂન લીંબુનો રસ

સજાવવા માટે
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત 

એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરો અને તેમાં બટાકા ઉમેરી, તેને મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ અથવા બટાકા ચારેબાજુએથી બ્રાઉન થઇ જાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો. હવે બટાકાના ટુકડાઓને તવાની ચારેબાજુની કીનારી પર સરકાવો.

હવે તવાની વચ્ચે બાકી રહેલા તેલમાં બાફેલા લીલા વટાણા અને આદૂ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર, 1 થી 2 મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.

હવે તેમાં પનીર, મીઠું, ચાટ મસાલો, લીલા મરચાં અને લીંબુનો રસ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને તેને મધ્યમ તાપ પર, 2 થી 3 મિનિટ, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.

હવે તવાની કીનારી પરના બટાકાને તવાની વચ્ચે સરકાવો અને મિશ્રણને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

mahi vv આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરની ચાટ...