Not Set/ વેજીટેબલ કબાબ આજે કરો તમારા ઘરે ટ્રાય…

સામગ્રી 2 કપ ખમણેલી દૂધી 1 1/4 કપ ખમણેલા કાંદા 1 કપ બાફી , છોલીને છીલેણા બટાટા 3 ટેબલસ્પૂન ચણાનો લોટ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર 1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા મરચાં 1 ટીસ્પૂન જીરું મીઠું  (સ્વાદાનુસા) તેલ  (તળવા માટે) મિક્સ કરીને કાંદાનો મસાલા બનાવવા માટે (પીરસવા માટે) 1/2 કપ ઝીણા સમારેલા કાંદા 1 ટીસ્પૂન મરચાં પાવડર 1 ટીસ્પૂન આમચૂર મીઠું  (સ્વાદાનુસાર) બનાવવાની રીત દૂધીમાંથી બધુ […]

Food Lifestyle
mahu resipi વેજીટેબલ કબાબ આજે કરો તમારા ઘરે ટ્રાય...

સામગ્રી

2 કપ ખમણેલી દૂધી
1 1/4 કપ ખમણેલા કાંદા
1 કપ બાફી , છોલીને છીલેણા બટાટા
3 ટેબલસ્પૂન ચણાનો લોટ
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા મરચાં
1 ટીસ્પૂન જીરું
મીઠું  (સ્વાદાનુસા)
તેલ  (તળવા માટે)
મિક્સ કરીને કાંદાનો મસાલા બનાવવા માટે (પીરસવા માટે)
1/2 કપ ઝીણા સમારેલા કાંદા
1 ટીસ્પૂન મરચાં પાવડર
1 ટીસ્પૂન આમચૂર
મીઠું  (સ્વાદાનુસાર)

બનાવવાની રીત

દૂધીમાંથી બધુ પાણી કાઢી ને તેને બાકીની વસ્તુઓ સાથે એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો.   આ મિશ્રણના 15 સરખા ભાગ પાડી દરેક ભાગના 50 મી. મી. (2)ના ચપટા ગોળાકાર કબાબ તૈયાર કરો.

એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા કબાબ નાંખીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર રાખી તેને નીતારી લો.

જ્યારે કબાબ ગરમ હોય ત્યારે તેને ચમચા વડે દબાવીને તેની પર કાંદાનો મસાલો છાંટી લો.તરત જ પીરસો.