સેવા/ SVP હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સેવા પુન શરૂ કરવામાં આવી,ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની રજૂઆતની અસર

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની ધારદાર રજૂઆતના લીધે 16 તારીખે આ સેવા કાર્યરત થઇ ગઇ છે

Gujarat
1 149 SVP હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સેવા પુન શરૂ કરવામાં આવી,ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની રજૂઆતની અસર

રાજ્યમાં આજેપણ આરોગ્ય સંબધિત સેવાઓનો ગરીબો અને મધ્યમવર્ગના લોકો અનેક સરકારની યોજનાઓના લાભથી વંચિત રહી જતા હોય છે,આરોગ્યની સેવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરતું સમાજનું પ્રતિનિધિત્વ સારા હોય તો આવા સમુદાયને મદદ મળી જાય છે. એવો જ એક કિસ્સો અમદાવાદનો સામે આવ્યો છે. મેટ્રો સીટી અમદાવાદમાં 800 કરોડના ખર્ચે તૈયાર થયેલ SVP હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સેવા પુન શરૂ કરવા માટે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની ધારદાર રજૂઆતના લીધે 16 તારીખે આ સેવા કાર્યરત થઇ ગઇ છે.

 

8 20 SVP હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સેવા પુન શરૂ કરવામાં આવી,ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની રજૂઆતની અસર

 ગરીબ અને મધ્યમ વર્ગ માટેની સતત ચિંતા કરતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં SVP હોસ્પિટલમાં આરોગ્ય સંબધિત સેવાઓ આયુષ્યમાન કાર્ડ અતર્ગત આવરી લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળીને રજૂઆત કરી હતી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયુષ્યમાન કાર્ડની સેવા શરૂ કરાવવાવાની બાંયેધરી આપી હતી જેના અતર્ગત ગઇકાલથી આ આયુષ્યમાન કાર્ડની સેવા હવે હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.