Parole/ આરોપી ગુરમીત રામ રહીમને એક મહિનાની મળી છે પેરોલ

જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને હરિયાણામાં ભાજપ શાસિત સરકારે એક મહિનાની પેરોલ આપી છે.

Top Stories India
parole

જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને હરિયાણામાં ભાજપ શાસિત સરકારે એક મહિનાની પેરોલ આપી છે. ગુરમીત રામ રહીમ સિંહ હાલમાં 2017ના દુષ્કર્મના  કેસમાં દોષિત જાહેર થયા બાદ હરિયાણાની રોહતક જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તેને 2002માં તેના મેનેજરની હત્યાનો પણ દોષી ઠેરવવામાં આવ્યો છે.

જોકે, ગુરમીત રામ રહીમ સિંહને દોષિત ઠેરવ્યા બાદ પહેલીવાર પેરોલ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ ડેરા ચીફ ચાર વખત જેલમાંથી ફર્લો પર બહાર આવી ચૂક્યો છે. ફેબ્રુઆરીમાં જ્યારે તેમને ત્રણ સપ્તાહની રજા આપવામાં આવી હતી.

ડેરાના વડા સિરસાના આશ્રમમાં બે શિષ્યો પર દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ઓગસ્ટ 2017માં પંચકુલાની વિશેષ CBI કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. તે રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. સૂત્રોનું કહેવું છે કે ડેરા ચીફ ઉત્તર પ્રદેશના ભાગપતમાં ડેરા સચ્ચા સૌદા આશ્રમ બરનાવાની મુલાકાત લેશે.

ગુરમીત રામ રહીમ હાલમાં 2017ના દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર થયા બાદ હરિયાણાની રોહતક જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો, નવા 12847 કેસ નોંધાયા