કહેવાય છે શિયાળામાં બને એટલા વસાણા ખાઈ લેવા જોઈએ.. એનું મુખ્ય કારણ એ કે શિયાળામાં તમે જે હેલ્ધી ચીજો ખાધી હોય, તેની અસર આખું વર્ષ રહે છે અને આખા વર્ષ દરમિયાન તંદુરસ્ત રહી શકો છો. તો ચાલો આજે તમને શીખવાડીશું લીલી હળદરના લાડુ બનાવતા…
લીલી હળદરના લાડુ બનાવવા માટેની સામગ્રી:
500 ગ્રામ લીલી હળદર
500 ગ્રામ દેશી ગોળ
50 ગ્રામ કાજુ
50 ગ્રામ બદામ
50 ગ્રામ અખરોટ
50 ગ્રામ દ્રાક્ષ
1/2 કપ મગજતરી ના બી
1 કપ મખાણા
1 કપ કોપરાનું છીણ
100 ગ્રામ ઘી
1 ટી સ્પૂન મરી પાઉડર
લીલી હળદરના લાડુ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક પેન મા ઘી લઈ તેમાં બદામ કાજૂ દ્રાક્ષ રોસ્ટ કરી લો ત્યાબાદ તેને એક બાઉલ મા કાઢી તેમાં માખાના અને માગજતરી ના બી રોસ્ટ કરી લો
હવે હળદર ને છોલી પછી છીણી લો. ત્યાર બાદ એક પેન મા ૨ ટી સ્પૂન ઘી લઈ તેમાં છીણેલી હળદર ને શેકી લો. ત્યાર બાદ બોઉલ મા કાઢી તેમાં છીણેલો ગોળ ઉમેરી બધું બરાબર મિકસ કરી લો
હવે રોસ્ટ કરેલા મખાણા અને મગજતરીના બી ક્રશ કરી ઉમેરો. ત્યાર બાદ કાજૂ, બદામ, અખરોટ અને દ્રાક્ષ ક્રશ કરીને ઉમેરો
હવે બધું બરાબર મિક્સ કરી લો અને છેલ્લે મરી પાઉડર ઉમેરી ને મિશ્રણ ને મિક્સ કરી ઠંડુ થવા દો. ત્યાર પછી લાડુ વાળી લો..
