વિદેશી દારૂ/ ગુજરતમાં દારૂબંધી! ખેડામાંથી LCB પોલીસે ટેન્કરમાંથી 22 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો

રાજ્યમાં દારૂબંધી હોવા છંતા પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ખેડાના રામના મુવાડા પાસે એલસીબીએ દારૂ ભરેલી ટેન્કર પકડી પાડિ છે.

Top Stories Gujarat
1 69 ગુજરતમાં દારૂબંધી! ખેડામાંથી LCB પોલીસે ટેન્કરમાંથી 22 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
  • ખેડામાં  LCBએ દારૂ ભરેલી ટેન્કર પકડી 
  • રામના મુવાડા પાસેથી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયુ
  • ટેન્કરમાંથી દારૂના 450 બોક્સ મળ્યા
  • રૂ.22,32,000ની 5,400 નંગ દારૂની બોટલો મળી
  • બે પરપ્રાંતિય આરોપી ઝડપાયા અન્ય એક ફરાર
  • પોલીસે કુલ રૂ.27,43,500નો મુદ્દામાલ કર્યો જપ્ત

ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ અવિરત રીતે પકડાઇ રહ્યો છે, રાજ્યમાં દારૂબંધી હોવા છંતા પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. દેશી હોય કે વિદેશી દારૂ તમામ જિલ્લમાં પકડાઇ રહ્યો છે. ખેડાના રામના મુવાડા પાસે એલસીબીએ દારૂ ભરેલી ટેન્કર પકડી પાડિ છે. બાતમીના આધારે એલસીબીએ આ ટેન્કર પક્ડી પાડી હતી. આ ટેન્કરમાંથી દારૂના 450 બોક્સ મળી આવ્યા હતા. મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો છે. દારૂની કુલ 5,400 નંગ બોટલ પકડાઇ છે, જેની અંદાજિત કિંમત 22,32,000  છે. આ ટેન્કર લઇને બે પર પ્રાંતિયઓ આવ્યા હતા જેની બાતમી પોલીસને મળી હતી જેોના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા પરતું એક આરોપી પોલીસને ચમકો આપીને ફરાર થઇ ગયો હતો.હાલ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.