Not Set/ ચિત્રકૂટ જેલની અંદર કેદીઓ વચ્ચે થઇ ફાયરિંગ, ત્રણ કેદીઓનાં મોત

ઉત્તર પ્રદેશનાં ચિત્રકૂટ જિલ્લાની જેલમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની જેલમાં કેદીઓ વચ્ચે ઘર્ષણ થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories India
Untitled 61 ચિત્રકૂટ જેલની અંદર કેદીઓ વચ્ચે થઇ ફાયરિંગ, ત્રણ કેદીઓનાં મોત

ઉત્તર પ્રદેશનાં ચિત્રકૂટ જિલ્લાની જેલમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની જેલમાં કેદીઓ વચ્ચે ઘર્ષણ થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન જબરદસ્ત ફાયરિંગ થઈ છે. જેમાં ડઝનેક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા છે. આ ફાયરિંગમાં બે કેદીઓ મૃત્યુ પામ્યા છે.

નિધન / કોરોનાથી સંક્રમિત AAP પૂર્વ MLA જરનૈલ સિંહે લીધો અંતિમ શ્વાસ, CM, DYCM એ શોક વ્યક્ત કર્યો

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતીમાં ચિત્રકૂટ જેલ ગોળીબારમાં અંશુલ દિક્ષિત નામનાં કેદીએ  મેરાજુદ્દીન અને મુકિમ ઉર્ફે કાલાને ગોળી મારીને હત્યા કરી છે. મુકીમ કાલા પશ્ચિમ યુપીનો મોટો બદમાશ હોવાનું કહેવાઇ રહ્યુ છે. આ સાથે જ પોલીસે કરેલી કાર્યવાહીમાં અંશુલ દિક્ષિત પણ માર્યો ગયો છે.  ચિત્રકૂટ જેલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા જેલ ચિત્રકૂટની ઉચ્ચ સુરક્ષા બેરેકમાં, નીરુદ્ધ અંશુ દિક્ષિતે મુકીમ કાલા અને મેરાજ અલીની હત્યા કરી દીધી અને અન્ય પાંચ કેદીઓને પોતાના કબ્ઝામાં લઇ લીધા હતા. આ પછી તેણે બધાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.

કોરોનાથી મોત / લવ યુ જિંદગી ગીત પર મસ્તી કરતી યુવતીએ અંતે લીધો અંતિમ શ્વાસ

જેલ પ્રશાસને જિલ્લા વહીવટીતંત્રને આ વિશે જાણ કરી છે. ચિત્રકૂટનાં ડીએમ અને એસપી પહોંચીને અટકાયતીને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે અન્ય પાંચ કેદીઓને મારી નાખવાની ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. તેની આક્રમકતા અને જીદ જોઈને પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં અંશુ દિક્ષિત પણ માર્યો ગયો હતો. આમ આ ઘટનામાં કુલ 3 કેદીઓનાં મોત થયા છે.

kalmukho str 11 ચિત્રકૂટ જેલની અંદર કેદીઓ વચ્ચે થઇ ફાયરિંગ, ત્રણ કેદીઓનાં મોત