ટાઈમ્સ વર્લ્ડ યુનિવર્સિટી રેંકીંગ 2022નું પરિણામ આવી ગયુ છે. જેમાં બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ નંબરે રહી છે. જ્યારે કેલિફોર્નિયાની ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ક્રમશ: બીજા અને ત્રીજા નંબરે તથા ચોથા સ્થાને રહી છે. ભારત માટે આ રિપોર્ટ ચિંતા જનક રહ્યો છે. કારણ કે આખી યાદીમાં અમુક યુનિવર્સિટીનું નામ જ આવ્યુ છે. એ પણ છેક 350 નંબરે છે
ટાઈમ્સ વર્લ્ડ યુનિવર્સિટી 200ની ઉપરવાળી યુનિવર્સિટીને રેંક નથી આપતા પણ તેમના માટે એક સ્લોટ બનાવે છે. આવા સમયે ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગલુરૂને 301-350વાળા સ્લોટમાં રાખવામાં આવી છે. ભારતના હિસાબે આ ટોપ સ્થાન છે. ત્યાર બાદ ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા (IIT) રોપડને 351-400 બ્રેકેટમાં રાખવામાં આવી છે. તો વળી બનારસ હિન્દુ યુનિવર્સિટી, જેએનયુ, DTU, જામિયા મિલિયા ઈસ્લામિયા અને પંજાબ વિશ્વવિદ્યાલય સહિત દશ ભારતીય યુનિવર્સિટીને 601-800વાળા રેંકમાં રાખવામા આવી છે, જ્યારે દિલ્હી યુનિવર્સિટીને 801-1000ના બ્રેકેટમાં રાખવામાં આવી છે.
હાયર એજ્યુકેશન ની નવી વાર્ષિક વિષય રેંકીંગમાં 99 દેશોની 1600થી વધારે યુનિવર્સિટીઓ શામેલ છે. જેમાં પાંચ ક્ષેત્રમાં જગ્યા આપવામાં આવી છે. ટીચીંગ, સંશોધન, અવતરણ, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અને ઈંડસ્ટ્રી ઈનકમ પર ફોક્સ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તર પર લગભગ 22,000 વિદ્વાનોના સર્વેક્ષણ પ્રતિક્રિયાઓ શામેલ કરવામાં આવી છે
.રિપોર્ટ જૂનમાં આવેલી ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેંકીંગ 2022ના ટોપ 200 સ્થાનમાં ત્રણ ભારતીય યુનિવર્સિટીઓએ પોતાની જગ્યા બનાવી હતી. જેમાં આઈઆઈએસસી બેંગલુરૂ સંશોધન ક્ષેત્રમાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહી હતી. ક્યૂએસ, વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ વિશ્લેષકોએ જૂનમાં વિશ્વની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી રેંકીગનું 18મું સંસ્કરણ જાહેર કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ ભારતીય યુનિવર્સિટીને શુભકામના આપી હતી.
