Not Set/ Live : થોડી વારમાં ચિદમ્બરમને કોર્ટમાં હાજર કરાશે,  પુત્ર, પુત્રવધૂ અને પત્ની પોહચ્યાં  કોર્ટ

આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ધરપકડ સીબીઆઈના મુખ્ય મથક પર રાત વિતાવી. પી.ચિદમ્બરમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચિદમ્બરમની ધરપકડ બાદ સીબીઆઈ તેની ન્યાયિક કસ્ટડીની માંગ કરી શકે છે. સીબીઆઈના મુખ્ય મથકની બહાર સુરક્ષા વધારી દીધી છે સીબીઆઈના મુખ્ય મથકની બહાર સુરક્ષા વધારવામાં આવી છે, જ્યાંથી સુનાવણી માટે કોર્ટ લેવામાં આવશે. ભીડને વિખેરવા કચેરીની બહાર વોટર […]

Top Stories India
ચિદમ્બરમ 1 Live : થોડી વારમાં ચિદમ્બરમને કોર્ટમાં હાજર કરાશે,  પુત્ર, પુત્રવધૂ અને પત્ની પોહચ્યાં  કોર્ટ
  • આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ધરપકડ સીબીઆઈના મુખ્ય મથક પર રાત વિતાવી.
  • પી.ચિદમ્બરમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
  • ચિદમ્બરમની ધરપકડ બાદ સીબીઆઈ તેની ન્યાયિક કસ્ટડીની માંગ કરી શકે છે.
  • સીબીઆઈના મુખ્ય મથકની બહાર સુરક્ષા વધારી દીધી છે

સીબીઆઈના મુખ્ય મથકની બહાર સુરક્ષા વધારવામાં આવી છે, જ્યાંથી સુનાવણી માટે કોર્ટ લેવામાં આવશે. ભીડને વિખેરવા કચેરીની બહાર વોટર કેનન્સ મંગાવવામાં આવ્યા છે.  તેમનો પુત્ર, પુત્રવધુ અને પત્ની કોર્ટ પરિષર પોહચી ચૂક્યા છે.

મમતાએ કહ્યું કે, એક  ચિદમ્બરમ વરિષ્ઠ નેતા છે
પી.ચિદમ્બરમની ધરપકડ અંગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘કેટલીક વખત આ પ્રક્રિયા ખોટી હોય છે. હું કાયદેસરવાદની વાત નથી કરી રહી. પરંતુ  ચિદમ્બરમ વરિષ્ઠ નેતા છે. તેઓ ભૂતપૂર્વ ગૃહ અને નાણાં પ્રધાન છે. જે રીતે તેમનો કેસ સામે આવ્યો તે ખૂબ જ નિરાશાજનક છે. આ ખુબ જ ખરાબ છે અને સાથે નાખુશ પણ છે. ‘

પુત્ર, પુત્રવધૂ અને પત્ની કોર્ટમાં પહોંચ્યા
પી ચિદમ્બરમ ટૂંકા સમયમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવાના છે. સુનાવણી પહેલા તેમનો પુત્ર કાર્તિ, પુત્રવધૂ શ્રીનિધિ રંગરાજન અને પત્ની નલિની ચિદમ્બરમ કોર્ટમાં પહોંચી ગયા છે. આ સિવાય તેમના વકીલો અભિષેક મનુ સિંઘવી અને વિવેક તંખા પણ કોર્ટ પહોંચ્યા છે.

પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા છે
સીબીઆઈ વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે ચિદમ્બરમ માટે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેમણે કહ્યું કે ચિદમ્બરમ વિરુદ્ધ બિનજામીનપાત્ર  વોરંટ જારી કરાયું હતું અને આ આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તુષાર મહેતાએ કહ્યું કે મૌન રહેવું એ બંધારણીય અધિકાર છે અને મને આ અંગે કોઈ વાંધો નથી, પરંતુ તેઓ સહકાર આપી રહ્યા નથી. તે કોઈ સવાલોના જવાબ નથી આપી રહ્યો.

સીબીઆઈના વકીલે દલીલ કરી
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કૌભાંડથી સંબંધિત દસ્તાવેજો મૂકીને પૂછપરછ કરવામાં આવશે. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી  દેતી,  દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો તેમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. મહેતાએ કહ્યું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની બાકી છે અને અમને ચિદમ્બરમ પાસે જે માહિતી છે,  તે જોઈએ છે. મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે, કેટલાક પ્રશ્નોના જવાબો મેળવવા માટે કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. જેથી અસરકારક તપાસ થઈ શકે.

તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે,  વ્યવહાર શોધવા અને મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ચિદમ્બરમને અટકાયતમાં લઇને પૂછપરછ કરવાની જરૂર હતી. સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે આ કૌભાંડમાં નાણાકીય લેવડદેવડ કરવામાં આવી છે અને તેની તપાસ થવી જરૂરી છે. તેમણે કહ્યું કે આઈએનએક્સ મીડિયા કૌભાંડ એ એક ગંભીર અને મોટું મની લોન્ડરિંગ કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.