Video/ સુરત ક્રાઇમ બ્રાન્ચનું લાઇવ ઓપરેશન, ચીખલીગર ગેંગના સભ્યોને ઝડપવા કરી ધોકાવાળી

ચીખલીગર ગેંગના સભ્યોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાંચ દ્વારા JCB વચ્ચે મૂકીને તેઓની ગાડી પર ડંડાવાળી શરૂ કરી દેવામાં આવી હતી.

Gujarat Surat
ચીખલીગર ગેંગના
  • બારડોલી નજીકથી ચીખલીગર ગેંગને ઝડપી
  • રોડ પર પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ
  • ચીખલીગર ગેંગની ધરપકડ
  • બારડોલી નજીકથી ગેંગને ઝડપી લેવાઈ

સુરત ક્રાઇમ બ્રાંચ(Surat Crime Branch)નું એક ફિલ્મી ઢબે કરવામાં આવેલ લાઇવ ઓપરેશન સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા ચીખલીગર ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે લાઇવ ઓપરેશન કરી બારડોલી નજીકથી ચીખલીગર ગેંગને ઝડપી પાડી હતી. રોડ ઉપર પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ત્યાર બાદ પોલીસે ચીખલીગર ગેંગને ઝડપી પાડી હતી. શહેરના દસ્તાન ફાટકના રોડ પર બાડાબંધી કરીને પોલીસે ગેંગના 3 સભ્યોને દબોચી લીધા છે. ચીખલીગર ગેંગના સભ્યોની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાંચે JCB વચ્ચે મૂકીને તેઓની ગાડી પર ડંડાવાળી શરૂ કરી દીધી હતી. જો કે, ક્રાઇમ બ્રાંચના આ ઓપરેશનના લાઇવ વીડિયો પણ સામે આવ્યા છે.

આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને ચીખલીગર ગેંગ વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છેલ્લાં ઘણા સમયથી આ ચીકલીગર ગેંગનો આતંક જોવા મળતો હતો ત્યારે હવે ક્રાઇમ બ્રાંચને આ એક મોટી સફળતા હાથ લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીકલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા એ દરમ્યાન ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ઇકો કારને રોકવામાં આવી હતી અને કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીકલીગર ગેંગના સભ્યો ભાગી ના થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ JCB મૂકી દેવામાં આવ્યું હતું.

પોલીસને જોતાની સાથે જ ગેંગના સભ્યોએ કારને રિવર્સ લઇને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ સતર્કતા દાખવી કાર પર લાકડીઓ અને ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના 3 સભ્યોને દબોચી લીધા હતાં. છેલ્લાં કેટલાંય સમયથી ચીખલીગર ગેંગના સભ્યોને પોલીસ શોધી રહી હતી. આથી, જ્યારે ક્રાઇમ બ્રાંચને એવી બાતમી મળી કે, બારડોલીના દસ્તાન ફાટક નજીક ચીખલીગર ગેંગના સભ્યો દસ્તાન ફાટક પાસેથી પસાર થવાના છે. આથી, વહેલી સવારમાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા આ આખેઆખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમે અગાઉથી જ રોડની વચ્ચોવચ્ચ વાહનો અને બુલડોઝર મુકી દીધા હતા. જેના લીધે તેઓ હાથમાંથી નાસી ના છૂટે.

હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોને સુરત ક્રાઇમ બ્રાંચે લઇ જવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અંદાજે 20થી વધુ ગુનાઓને ચીકલીગર ગેંગના સભ્યો તેઓ અંજામ આપી ચૂક્યાં છે. અગાઉ પણ પોલીસ દ્વારા આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસના અગાઉના પ્રયાસ નિષ્ફળ ગયા હતાં.

આ પણ વાંચો:મુંબઈમાં રસીકરણ વગરના દર્દીઓ કોવિડથી વધુ મૃત્યુ પામ્યા

આ પણ વાંચો:સરસ્વતી શિશુમંદિર ખાતે પુર્વ છાત્ર સંમેલન યોજાયું : સફળ થયેલા છાત્રોનું કરાયું સન્માન

આ પણ વાંચો: સરોગસી દ્વારા જન્મેલા બાળકની કસ્ટડી માતાપિતાને આપવામાં આવે