Not Set/ LoC પર પાકિસ્તાનનો ગોળીબાર, 2 નાગરિકોનાં મોત, 9 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં અંકુશ રેખા (એલઓસી) નજીક પાકિસ્તાનની સેનાએ મંગળવારે આગળની ચોકીઓ અને ગામો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક મહિલા સહિત બે લોકોનાં મોત નીપજ્યાં હતાં, અને નવ લોકોને ઈજાઓ પહોંચી હતી. અધિકારીઓએ કહ્યું કે ભારતીય સૈન્યએ શાહપુર અને કિરાની સેક્ટરમાં સીમા પારથી ગોળીબાર અને ગોળાબારીનો યોગ્ય જવાબ આપ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે, “બપોરે […]

India
seize firing.jpg2 LoC પર પાકિસ્તાનનો ગોળીબાર, 2 નાગરિકોનાં મોત, 9 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં અંકુશ રેખા (એલઓસી) નજીક પાકિસ્તાનની સેનાએ મંગળવારે આગળની ચોકીઓ અને ગામો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક મહિલા સહિત બે લોકોનાં મોત નીપજ્યાં હતાં, અને નવ લોકોને ઈજાઓ પહોંચી હતી.

અધિકારીઓએ કહ્યું કે ભારતીય સૈન્યએ શાહપુર અને કિરાની સેક્ટરમાં સીમા પારથી ગોળીબાર અને ગોળાબારીનો યોગ્ય જવાબ આપ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે, “બપોરે 2.30 ની આસપાસ, પાકિસ્તાને નાના હથિયારોથી ગોળીબાર કરીને અને કોઈ ઉશ્કેરણી કર્યા વિના મોર્ટારથી શેલ ફાયર કરીને બે ક્ષેત્રમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.” ભારતીય સેના આનો સખ્ત જવાબ આપી રહી છે.

શાહપુર સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબાર અને ગોળાબારમાં એક 35 વર્ષીય મહિલા, ગુલનાઝ અખ્તર અને 16 વર્ષિય કિશોર શોએબ અહેમદનું મોત થયું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ ગોળીબારમાં બે મહિલાઓ સહિત નવ લોકો ઘાયલ થયા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં તોપમારો ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કેટલાકની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે ઘણા મકાનોને પણ નુકસાન થયું છે પરંતુ વિગતોની રાહ જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.