Election Result/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ફાળે કેટલી બેઠક આવી, આવો જોઈએ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ફાળે કેટલી બેઠક આવી, આવો જોઈએ

Top Stories Gujarat Others
Mantavya 24 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ફાળે કેટલી બેઠક આવી, આવો જોઈએ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે. આમ તો બપોર બાદ જ આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ગુજરાતમાં મોટાભાગની બેઠક ઉપર ભાજપ નો ભગવો લહેરાઈ ઉઠ્યો હતો. અને ભાજપે ભવ્ય વિજયોત્સવની બપોરથી જ તૈયારીઓ કરી લીધી હતી.

રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકોની મત ગણતરી  પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ચોક્કસથી ભાજપનો ભગવો જ લહેરાયો છે.

રાજ્યની તમામ જીલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે. 31 જીલ્લા પંચાયતની 980 બેઠકમાંથી ભાજપ 750,કોંગ્રેસ 158, અને 2 બેઠક આપણા ફાળે ગઈ છે.

જયારે  81 નગરપાલિકામાંથી ભાજપ  પાસે 78  અને કોંગ્રેસ પાસે  03 નગર પાલિકા આવી છે. નગર પાલિકાની કુલ 2,720 બેઠક માંથી ભાજપ 1996 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. જયારે કોંગ્રેસે  373, અને આપ 9 બેઠક ઉપર અને અન્ય 196 બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

જયારે 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકોમાંથી ભાજપ 3185, કોંગ્રેસ 1185,આપ 31, અન્ય 131 પર વિજય મેળવ્યો છે.