Not Set/ એન્ટીલિયા કેસમાં ક્ચ્છ કડી ખુલતા એટીએસની લટાર બાદ સ્થાનિક પોલીસ બની સતર્ક

ભુજના યુવકનુ નામ ખુલ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલિસની એક ટીમે ભુજ સ્થિત તેના નિવાસ સ્થાન તથા તેની હિસ્ટ્રી જાણવા સહિતની દિશામા તપાસ શરૂ કરી છે

Gujarat Others
scorpio એન્ટીલિયા કેસમાં ક્ચ્છ કડી ખુલતા એટીએસની લટાર બાદ સ્થાનિક પોલીસ બની સતર્ક

મુંબઈમાં રહેતા દેશના ટોચના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાન પાસે વિસ્ફોટક સામગ્રી સાથે બિનવારસી સ્કોર્પિયો મળી આવ્યા બાદ શરૂ થયેલી પોલીસ તપાસમાં છેલ્લા એક માસથી અનેક ખુલાસા અને સંડોવણી બહાર આવે છે ત્યારે આ કેસમાં ગુજરાત ની સાથે કચ્છનું કનેક્શન ખુલતા એ.ટી.એસ.ની ટીમ ભુજના પણ એક યુવાનને તપાસ માટે ઉઠાવી ગઈ છે

મળતી માહિતી મુજબ ભુજના યુવક ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલો છે એજન્સીની તપાસ દરમ્યાન આ પ્રકરણમાં વપરાયેલા સીમકાર્ડ સાથે આ યુવકનું કનેક્શન ખુલતા પોલીસ હરકતમાં આવી હતી જો કે યુવકની ધરપકડ ક્યાથી થઇ તેને લઇ પોલિસના ઉચ્ચ અધિકારીઓ કઇ કહેવા તૈયાર નથી પરંતુ ભુજના યુવકનુ નામ ખુલ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલિસની એક ટીમે ભુજ સ્થિત તેના નિવાસ સ્થાન તથા તેની હિસ્ટ્રી જાણવા સહિતની દિશામા તપાસ શરૂ કરી છે આ કેસમાં આગામી સમયમાં નવા ખુલાસાઓ પણ થઈ શકે છે