Mount Abu/ માઉન્ટ આબુમાં સ્થાનિકોએ માનવ સાંકળ બની બકરીઓને બચાવી

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે, સૌથી વધુ વરસાદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુના પહાડોમાં પડેલા……

Top Stories Gujarat Breaking News

Mount Abu News: સિરોહી (Sirohi) જીલ્લામાં અવિરત વરસાદને (Heavy Rain) કારણે નદીમાં પૂર આવ્યું હતુ, પાણીનાં જોરદાર પ્રવાહમાં ફસાયેલી બકરીઓએ (Goat) માનવ સાંકળ (Human Chain) બનાવીને બકરાઓને બચાવ્યા હતા. અબોલ પશુઓમાં માનવો કરતા પણ વધુ બુદ્ધિ છે તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

રાજસ્થાનના (Rajasthan) સિરોહી જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે, સૌથી વધુ વરસાદ (Rain) હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં (Mount Abu) જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુના પહાડોમાં પડેલા વરસાદને કારણે આસપાસના ગામોમાં નદીઓમાં વહેતા પાણીનો વેગ વધી ગયો છે. જિલ્લાના મીરપુરમાં દેવસી સમુદાયના લોકો મીરપુર નદીની બીજી બાજુના જંગલમાં બકરા ચરાવવા ગયા હતા. માઉન્ટ આબુમાં મુશળધાર વરસાદને કારણે મીરપુર નદીમાં (Mirpur River) પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. જેના કારણે બકરીઓ વહી જવાનો ખતરો વધી ગયો છે.

ખુમાનસિંહે જણાવ્યું હતું કે નદીના પાણીમાં બકરાં ફસાયા હોવાની માહિતી મળતાં ગ્રામજનો નદી પર પહોંચ્યા હતા અને પાણીના જોરદાર પ્રવાહમાં જીવ જોખમમાં મૂકીને માનવ સાંકળ બનાવી હતી અને એક-એક બકરાને નદીમાં સાંકળ બનાવીને બહાર કાઢી હતી. પશુ (Animal) પ્રત્યેના પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગ્રામવાસીઓએ બકરીઓને જીવના જોખમે હેમખેમ બહાર કાઢી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આવશે; કચ્છ, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

આ પણ વાંચો:કચ્છમાં આજે વાવાઝોડાની સંભાવના વધુ, કલેક્ટરે સાવચેત રહેવા જણાવ્યું

આ પણ વાંચો:કચ્છમાં વરસાદે સર્જી તારાજી, સલાયાના દરિયામાં તણાયું જહાજ