Not Set/ મહેસાણા/ બનાસકાંઠા બાદ હવે અહીં જોવા મળ્યો તીડનો ત્રાસ

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનો ખેડૂત કોઈને કોઈ સમસ્યાને લઈને હેરાન પરેશાન થઇ રહ્યો છે. પહેલા વરસાદ પછી માવઠું અને પાકમાં જીવાત, અને હવે તીડ નો ત્રાસ. હાલમાં ગુજરતના બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો તીડના ઉપદ્રવને લઈને હેરાન પરેશાન છે. લોકો પોતાની રીતે તીડ ને ડામવા માટે ઘરેલું પ્રયાસો હાથ ધરી રહ્યા છે. પણ તીડ નો ઉપદ્રવ સંવાનું નામ […]

Gujarat Others
તીડ મહેસાણા/ બનાસકાંઠા બાદ હવે અહીં જોવા મળ્યો તીડનો ત્રાસ

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનો ખેડૂત કોઈને કોઈ સમસ્યાને લઈને હેરાન પરેશાન થઇ રહ્યો છે. પહેલા વરસાદ પછી માવઠું અને પાકમાં જીવાત, અને હવે તીડ નો ત્રાસ. હાલમાં ગુજરતના બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો તીડના ઉપદ્રવને લઈને હેરાન પરેશાન છે. લોકો પોતાની રીતે તીડ ને ડામવા માટે ઘરેલું પ્રયાસો હાથ ધરી રહ્યા છે. પણ તીડ નો ઉપદ્રવ સંવાનું નામ નથી લઇ રહ્યો.

તો બીજી બાજુ બનાસકાંઠા થઈને આ તીડ નો આતંક હવે મહેસાણા જીલ્લા સુધી પહોચી ગયો છે. મહેસાણા જીલ્લાના સતલાસણના અનેક ગામોમાં તીડ ત્રાટક્યા છે. ચેલાણા, તખતપુરા અને ખારીમાં તીડનો ઉપદ્રવ મોટા પાયે જોવા મળી રહ્યો છે. ખેડૂતોને કૃષિ પાકમાં મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

બનાસકાંઠા વિસ્તારમાંથી પવનની દિશા બદલાતા  આ તીડ મહેસાણા જીલ્લાના સતલાસણા વિસ્તારમાં ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું છે. સતલાસણાના ચેલાણા, રાણપુર, તખતપુરા ગામના ખેતરોમા તીડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સતલાસણા તાલુકાની 4 ટિમો તીડ નિયંત્રણ માટે કામે લાગ છે. જયારે સ્થાનિકો દ્વારા પણ થાળી, વેલણ વગાડી તીડને ભગાડવાનો પ્રયાસ  હાથ ધરવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

બનાસકાંઠામાં તીડના આક્રમણ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સરકારે તાત્કાલિક પગલા લીધા હતા. પણ ફરી તીડનો ઉપદ્રવ વધ્યો છે. લોકોએ અવાજ કરીને, દવાનો છંટકાવ કરીને તીડને ભગાડવાના પ્રયાસ કર્યા છે. સરકાર પણ આ મામલે ઝડપી કામગીરી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.