Not Set/ દિવસભરના હંગામા બાદ સાધ્વીએ હેમંત કરકરે પરનું તેનું નિવેદન પાછું ખેચ્યું

ભોપાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે શહીદ હેમંત કરકરે પર આપેલું નિવેદન પાછું ખેચ્યું છે. તેને આપેલા નિવેદન બાદ થયેલા હંગામા પછી સાધ્વીએ કહ્યું કે હું મારું આ નિવેદન પાછુ લઉં છું. તેઓએ કહ્યું હતું કે આ મારું અંગત નિવેદન હતું. તેના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું હતું અને ભાજપે પણ પોતાને આ નિવેદનથી […]

Top Stories
779779 sadhvi દિવસભરના હંગામા બાદ સાધ્વીએ હેમંત કરકરે પરનું તેનું નિવેદન પાછું ખેચ્યું

ભોપાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે શહીદ હેમંત કરકરે પર આપેલું નિવેદન પાછું ખેચ્યું છે. તેને આપેલા નિવેદન બાદ થયેલા હંગામા પછી સાધ્વીએ કહ્યું કે હું મારું આ નિવેદન પાછુ લઉં છું. તેઓએ કહ્યું હતું કે આ મારું અંગત નિવેદન હતું.

તેના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું હતું અને ભાજપે પણ પોતાને આ નિવેદનથી અલગ કરી દીધું હતું.

જણાવી દઇએ કે સાધ્વીએ ગુરુવારે હેમંત કરકરે પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેની ચારો તરફથી ટીકા થઇ હતી. ભાજપે પણ નિવેદન જારી કરીને આને પ્રજ્ઞા સાધ્વીનું અંગત નિવેદન જણાવ્યું હતું.

નોંધનીય છે કે અગાઉ પ્રજ્ઞા સાધ્વીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે તેમણે આપેલા શ્રાપને કારણે આઇપીએસ અધિકારી હેમંત કરકરેનું 26/11 ના મુંબઇના આતંકી હુમલામાં મૃત્યુ થયું હતું. ભાજપે તેને તેનું અંગત નિવદેન કહીને જણાવ્યું હતું કે તેની સાથે વર્ષો સુધી થયેલા શારીરિક અને માનસિક અત્યાચારને કારણે આ તેનું અંગત નિવેદન હોઇ શકે છે.