Not Set/ રાહુલ ગાંધીની નાગરિક્તા પર ફરી સવાલ ઉઠ્યા, ગૃહમંત્રાલયે નોટિસ જારી કરી

નવી દિલ્હી,  રાહુલ ગાંધીની નાગરિક્તાને લઇને વધુ એક વખત સવાલ ઉઠ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કર્યો છે. તેની ફરિયાદ પર ગૃહમંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 15 દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. Ministry of Home Affairs issues notice to Congress President Rahul […]

Top Stories
Rahul 555 રાહુલ ગાંધીની નાગરિક્તા પર ફરી સવાલ ઉઠ્યા, ગૃહમંત્રાલયે નોટિસ જારી કરી

નવી દિલ્હી, 

રાહુલ ગાંધીની નાગરિક્તાને લઇને વધુ એક વખત સવાલ ઉઠ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કર્યો છે. તેની ફરિયાદ પર ગૃહમંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 15 દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.

આ અંગે સ્વામીએ ટ્વીટ કરીને ગૃહમંત્રાલયે તેની ફરિયાદ પર નોટિસ જારી કરી છે કે કેમ તે અંગે સવાલ કર્યો હતો. જો કે તેમણે ટ્વીટમાં રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તેના પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીની નાગરિકતા પર ભાજપે ફરી સવાલ ઉઠાવીને આ અંગે રાહુલે ખુલાસો કરવો જોઇએ તેવું કહ્યું છે.

આ પહેલા પણ રાહુલની ગાંધી પર અનેક સવાલો ઉઠ્યા છે. અમેઠીમાં નામાંકન પણ સવાલો હતા. તેની નાગરિકતા અને ડિગ્રી પર સવાલ ઉઠવાતા ઉમેદવાર ધ્રુવ લાલ કૌશલે તેનું નામાંકન રદ કરવાની માંગ કરી હતી.
રાહુલ પર એવો આરોપ લગાવાયો હતો કે તેનું વાસ્તવિક નામ રાઉલ વિંચી છે. તેની પાસે બ્રિટિશ નાગરિકતા પણ છે. વકીલે દલીલ રજૂ કરી હતી કે રાહુલે દસ્તાવેજોમાં ઇંગ્લેન્ડની તેની કંપનીનો ઉલ્લેખ નથી કર્યો. જો કે ઉમેદવારના આ દાવાને ચૂંટણીપંચે ફગાવ્યો હતો અને તેનું નામાંકન રદ કરવાનો ઇનકાર કર્યો હતો.