Not Set/ લોકસભાની ચૂંટણી કોંગ્રેસ તરફી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો કેમ્બ્રીજ એનાલીટીકાએ

નવી દિલ્હી. ફેસબુક ડેટા લીક મામલે ચર્ચામાં આવેલી ડેટા એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકના પ્રતિનીધીઓએ ગત વર્ષે રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના કેટલાંક ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં વાતાવરણ સોશ્યલ મીડીયા મારફતે કોંગ્રેસ તરફી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. એક ખાનગી ટીવી ચેનલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીને કોંગ્રેસ તરફી […]

India
Cambridge Analytica Facebook 1 લોકસભાની ચૂંટણી કોંગ્રેસ તરફી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો કેમ્બ્રીજ એનાલીટીકાએ

નવી દિલ્હી.

ફેસબુક ડેટા લીક મામલે ચર્ચામાં આવેલી ડેટા એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકના પ્રતિનીધીઓએ ગત વર્ષે રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના કેટલાંક ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં વાતાવરણ સોશ્યલ મીડીયા મારફતે કોંગ્રેસ તરફી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

એક ખાનગી ટીવી ચેનલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીને કોંગ્રેસ તરફી કરવાનો પ્રસ્તાવ કેમ્બ્રીજ એનાલીટીકાએ આપ્યો હતો. ચેનલના રિપોર્ટ મુજબ  તેમની પાસે એવા પુરત દસ્તાવેજા છે જેનાથી સાબિત થાય છે કે કેમ્બ્રિજ એનાલિટીકાના પુર્વ સીઓ એલેકઝેન્ડરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

એલેકઝેન્ડરે  રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને પી ચિદમ્બરમ સાથે પણ ચર્ચા કરી હતી. એલેકઝેન્ડરે આ કામ માટે કોંગ્રેસ પાસે અઢી કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સુત્રોએ પણ આ મુલાકાતની પુષ્ટી કરી છે. પરંતુ આ મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારનો કરાર થયો હોવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસના ડેટા એનાલિટિક્સ વિભાગના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તીએ જણાવ્યુ હતુ કે કોમર્સિયલ પ્રપોઝલ અંગે વાત કરવાનો કે પછી સબંધીત કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરવાનો મતલબ એ નથી થતો કે સબંધીત કંપની અને પાર્ટી વચ્ચે કોઈ કરાર થયો છે.

ચેનલનો દાવો છે કે આ મુલાકાત ગત વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન થઈ હતી. જેમાં કંપની તરફથી કોંગ્રેસ સમક્ષ ૫૦ પેજનો એક પ્રસ્તાવ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યુ છે કે કંપની ટ્વીટર અને ફેસબુકના ડેટાના આધારે મતદારોની માહીતી મેળવીને ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રસ તરફી માહોલ બનાવી શકે છે.