Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી 2024 Live: 5 વાગ્યા સુધીમાં 56.68% મતદાન

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મતદાન થવાનું છે. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની…………….

Top Stories India Breaking News
WhatsApp Image 2024 05 19 at 7.54.31 PM લોકસભા ચૂંટણી 2024 Live: 5 વાગ્યા સુધીમાં 56.68% મતદાન

Loksabha Election Live: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મતદાન થવાનું છે. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકોના 94732 મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. પાંચમા તબક્કામાં લોકસભાની 49 બેઠકો માટે કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓરિસ્સાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થવાનું છે. ઓરિસ્સા વિધાનસભાની બાકીની 35 બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બિહાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આજે મતદાન થશે. પાંચમા તબક્કામાં 9 લાખ 47 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. સામાન્ય રીતે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. પાંચમા તબક્કામાં કુલ 8 કરોડ 95 લાખથી વધુ મતદારો છે. જેમાં 5409 મતદારો થર્ડ જેન્ડર છે. જેમાં 100 વર્ષ કે તેથી વધુ વયના 24,792 મતદારો છે જ્યારે 85 વર્ષ કે તેથી વધુ વયના 7 લાખ 81 હજાર મતદારો છે. સાત લાખ ત્રણ હજાર દિવ્યાંગ મતદારો છે.

LIVE Loksabha Election Phase 5

5.50 PM સાંજે 05 વાગ્યા સુધીમાં 56.68% મતદાન થયું

બિહાર 52.35%

જમ્મુ અને કાશ્મીર: 54.21%

ઝારખંડ 61.90%

લદ્દાખ 67.15%

મહારાષ્ટ્ર 48.66%

ઓડિશા 60.55%

ઉત્તર પ્રદેશ 55.80%

પશ્ચિમ બંગાળ 73.00 %

5.14 PM ઐશ્વર્યા રાયે મતદાન કર્યુ

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઈમાં મતદાન કર્યુ છે.

4.50 PM મુકેશ અંબાણી પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા

રિલાયન્સ ઈન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણી અને નીતાત અંબાણી પરિવાર સાથે મુંબઈમાં વોટિંગ કરવા પહોંચ્યા છે.

4.12 PM શાહરૂખ ખાને પરિવાર સાથે મતદાન કર્યુ

અભિનેતા શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના સાથે મતદાન મથકે આવ્યો હતો અને વોટ આપ્યો છે.

3.50 PM બપોરે 03 વાગ્યા સુધીમાં 47.53% મતદાન થયું

બિહાર:45.33%

જમ્મુ-કાશ્મીર:44.90%

ઝારખંડ:53.90%

લડાખ:61.26%

મહારાષ્ટ્ર:38.77%

ઓરિસ્સા:48.55%

પશ્ચિમ બંગાળ: 62.72%

ઉત્તર પ્રદેશ: 47.55%

3.42 PM શંકર મહાદેવને વોટ આપ્યો

ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું છે.

3.37 PM સેલિબ્રિટીઓએ મતદાન કર્યુ

પ્રેમ ચોપરા અને શર્મન જોષીએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ છે.

3.27 PM કિયારા અડવાણીએ મતદાન કર્યુ

3.25 PM કુમાર મંગલમ બિરલાએ મતદાન કર્યુ

આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કંમાર મંગલમ બિરલાએ મુંબઈમાં મતદાન કર્યુ છે. તેમણે યુવાઓને મતદાન કરવા આગળ આવવાની અપીલ કરી છે.

3.10 PM દીપક પારેખે મતદાન કર્યુ

HDFCના પૂર્વ ચેરમેન દીપક પારેખે મતદાન કરી સ્થિર સરકાર હોવી જરૂરી છે તેમ જણાવ્યું હતું.

3.00 PM અભિનેત્રી રેખાએ મતદાન કર્યુ

મુંબઈમાં જાણીતી પીઢ અભિનેત્રી રેખાએ મતદાન કર્યુ છે.

2.37 PM કરીના કપૂર અને સૈફ અલી ખાન મતદાન મથકે પહોંચી વોટ આપ્યો છે.

2.29 PM આમિર ખાને તેમની પત્ની સાથે મતદાન કર્યુ

ફિલ્મ અભિનેતા આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવે મુંબઈમાં વોટિંગ કર્યુ છે.

1.53 PM આઝમી પરિવારે મતદાન કર્યુ

પીઢ અભિનેત્રી શબાના આઝમી અને ગીતકાર જાવેદ અખ્તરે વોટ આપ્યો છે અને કહ્યું, મતદાન એ મહત્વની અને મોટી જવાબદારી છે. દરેક નાગરિકને અધિકાર છે, બધાએ મતદાન કરવું જોઈએ.

1.40 PM બપોરે 01 વાગ્યા સુધીમાં 36.73% મતદાન થયું

બિહાર:34.62%

જમ્મુ-કાશ્મીર:34.79%

ઝારખંડ:41.89%

લડાખ:52.02%

મહારાષ્ટ્ર:27.78%

ઓરિસ્સા:35.31%

પશ્ચિમ બંગાળ: 48.41%

ઉત્તર પ્રદેશ: 39.55%

01.38 PM રોશન પરિવારે મતદાન કર્યુ

અભિનેતા ઋત્વિક રોશન અને તેમના માતા પિતાએ મુંબઈમાં મતદાન કર્યુ છે. અભિનેતાએ જણાવ્યું કે મત આપતા પહેલા ઉમેદવારોનો અભ્યાસ કરવો, તમે કોને મત આપો છો તે જાણવું જોઈએ.

01.27 PM મનોજ બાજપાઈએ મતદાન કર્યુ

ફિલ્મ અભિનેતા મનોજ બાજપાઈએ મુંબઈમાં મતદાન કર્યુ છે. તેમણે કહ્યું કે જો તમે મતદાન કર્યુ નથી તો ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.

01.20 PM રાહુલ ગાંધી પોલિંગ બૂથની ચકાસણીએ

વયનાડ અને રાયબરેલી લોકસભા બેઠકના ઉમેદવાર તેમજ કોંગ્રેસ એમ પી રાહુલ ગાંધી પોલિંગ બૂથની ચકાસણી કરવા નીકળ્યા છે. હાલ રાયબરેલીમાં તેઓ મતદાન મથકે પહોંચ્યા છે.

01.15 PM ફિલ્મી સેલિબ્રિટીઓ મતદાન મથકે પહોંચ્યા 

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીએ તેમની માતા સાથે મતદાન મથકે પહોંચી વોટ આપ્યો છે.

01.07 PM ફિલ્મી સેલિબ્રિટીઓ મતદાન મથકે પહોંચ્યા 

ફિલ્મ પ્રોડ્યુસર સલીમ ખાન અને તેમની પત્નીએ મતદાન કેન્દ્રએ પહોંચ્યા છે.
<

અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ મુંબઈમાં મતદાન મથકે વોટ આપવા પહોંચ્યા છે.

01.06 PM સચિન અને અર્જુન તેંડુલકરે મતદાન કર્યુ

મુંબઈમાં લેજેન્ડ ક્રિકેટર સચિન તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકરે મતદાન મથકે મત આપ્યો છે.

01.03 PM 1 ફૂટ 6 ઈંચની મહિલાએ મતદાન કર્યુ

ઓરિસ્સામાં 1 ફૂટ અને 6 ઈંચની ઊંચાઈ ધરાવતી વિનિતા શેઠ નામની મહિલાએ બાલનગીર લોકસભા બેઠકના પટનાગઢમાં મતદાન કર્યુ છે.

12.45 PM વિદ્યા બાલને મતદાન કર્યુ

અભિનેત્રી વિદ્યા બાલને મુંબઈમાં મત આપ્યો છે.

12.15 PM અનિલ કપૂર, વિશાલ દાદાલાણીએ મતદાન કર્યુ

મુંબઈમાં અભિનેતા અનિલ કપૂરે વોટ આપી સૌને વોટ આપવાની અપીલ કરી છે.

12.10 PM અજિંક્ય રહાણે, સુરેશ ઓબેરોયે મતદાન કર્યુ

વિવેક ઓબેરોયના પિતા અભિનેતા સુરેશ ઓબેરોયે પરિવાર સાથે મતદાન કર્યુ છે.
<

મુંબઈમાં ક્રિકેટર અજિંક્ય રહાણે અને તેમની પત્નીએ મતદાન કર્યુ છે.

blockquote class=”twitter-tweet”>

LS Polls 2024: India cricketer Ajinkya Rahane, wife cast their vote in Mumbai

Read @ANI Story | https://t.co/MyHmMbTF55#AjinkyaRahane #LokSabhaElections2024 pic.twitter.com/EUkJ5a0ZGR

— ANI Digital (@ani_digital) May 20, 2024

11.50 AM સવારે 11 વાગ્યા સુધીમાં 23.66% મતદાન થયું

બિહાર:21.11%

જમ્મુ-કાશ્મીર:21.37%

ઝારખંડ:26.18%

લડાખ:27.87%

મહારાષ્ટ્ર:15.93%

ઓરિસ્સા:21.07%

પશ્ચિમ બંગાળ: 32.70%

ઉત્તર પ્રદેશ: 27.76%

11.47 AM સંગીતા કુમારી સિંંઘે મતદાન કર્યુ

ઓરિસ્સામાં બાલનગીર લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર સંગીતા સિંઘ કુમારી દેવે કહ્યું,  હું ખુશ છું કે લોકો પોતાના બંધારણીય અધિકારને ખુશીથી ઉપયોગ કરી રહ્યાં છે તેમજ મરજી મુજબ વોટ કરી શકે છે.

11.45 AM રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ મતદાન કર્યુ

અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે અયોધ્યામાં મતદાન કર્યુ છે.

11.26 AM અપર્ણા યાદવે મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશમાં ભાજપ ઉમેદવારે લખનઉમાં મતદાન કર્યુ છે. તેમજ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. ત્રીજી વખત પીએમ મોદી વડાપ્રધાન બનશે તેમ પણ જણાવ્યું હતું.

11.24 AM ટીવી સેલિબ્રિટીઓએ મતદાન કર્યુ

મુંબઈમાં ટીવી પર્સનાલિટી અને ભાઈઓ રઘુરામ રામ અને રાજીવ લક્ષ્મણે મતદાન કર્યુ છે.

11.13 AM સુધાંશુ ત્રિવેદીએ મતદાન કર્યુ

ભાજપ સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ લખનઉમાં મતદાન કર્યુ છે. મતદાન બાદ લોકોને મત આપવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આરજેડી નેતા તેજસ્વી યાદવના  ઈન્ડિ ગઠબંધન 300થી વધુ બેઠકો જીતવાના દાવા પર ત્રિવેદીએ કહ્યું કે તેમના દાવા પોકળ છે. તેમનું આ કથન પાયાવિહોણું છે.

11.10 AM અભિનેતાઓએ મતદાન કર્યુ

મુંબઈમાં સુનિલ શેટ્ટી, રણદીપ હુડાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે.
<

blockquote class=”twitter-tweet”>

Lok Sabha Elections: Suniel Shetty fulfils his civic duty by casting vote in Mumbai

Read @ANI Story | https://t.co/ZtbkUsn696#SunielShetty #LokSabhaElections #Voting #Mumbai pic.twitter.com/ODcOMYoEAr

— ANI Digital (@ani_digital) May 20, 2024

11.00 AM ઉદ્ધવ ઠાકરે મતદાન મથકે પહોંચ્યા

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈમાં મતદાન મથકે પહોંચ્યા છે.

10.51 AM જમ્મુ-કાશ્મીરમાં ઘરે બેઠા મતદાન

જમ્મુ-કાશ્મીરમાં પાંચમા તબક્કામાં પ્રથમ વખત પૂંછમાં ઘરે બેઠા મતદાન કરવામાં આવી રહ્યું છે.

10.49 AM રાજ ઠાકરેએ મતદાન કર્યું 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં વડા રાજ ઠાકરે અને તેમના પરિવારે મતદાન કર્યું છે.

10.48 AM કૈલાશ ખેરે મતદાન કર્યુ

મુંબઈમાં કૈલાશ ખેરે મતદાન કર્યા બાદ કહ્યું કે, હું લોકોને કહેવા માંગુ છું કે દેશ બદલાઈ રહ્યો છે. તેના માટે લોકો જવાબદાર છે. હું રાષ્ટ્રના હિત માટે કામ કરવા માંગુ છું.

10.47 AM CM એકનાથ શિંદેએ મતદાન કરવાની અપીલ કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે, શ્રીકાંત શિંદેએ લોકોની વચ્ચે રહીને કામ કર્યુ છે અને લોકો સારી રીતે વાકેફ છે. તેના કારણે લોકો મોટી સંખ્યામાં વોટ આપવા બહાર નીકળી રહ્યાં છે. મતદાન માટે નીકળેલો જનપ્રવાહ દર્શાવે છે કે લોકો પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવા તત્પર છે.

10.45 AM હેમા માલિનીએ મતદાન કર્યુ

મુંબઈમાં પીઢ અભિનેત્રી અને સાંસદ હેમા માલિની દીકરી એશા દેઓલ સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે. અભિનેતા ધર્મેન્દ્રએ મુંબઈમાં મત આપ્યો છે.
<

blockquote class=”twitter-tweet”>

#WATCH | Mumbai, Maharashtra: Actress and MP Hema Malini, her daughter and actress Esha Deol cast their votes at a polling booth in Mumbai #LokSabhaElections2024 pic.twitter.com/qeLlf0GyRa

— ANI (@ANI) May 20, 2024

10.20 AM સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને લખનઉ લોકસભા બેઠકના ઉમેદવાર રાજનાથ સિંહે પોતાનો મત આપ્યો છે.

10.15 AM પરેશ રાવલે મતદાન કર્યુ

મુંબઈમાં મતદાન મથકે પહોંચેલા અભિનેતા પરેશ રાવલે કહ્યું કે, જેઓ મતદાન કરતા નથી તેમના માટે ટેક્સ વધારવા જેવી જોગવાઈ હોવી જોઈએ.

09.40 AM સવારે 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન થયું

બિહાર:8.86%

જમ્મુ-કાશ્મીર:7.63%

ઝારખંડ:11.68%

લડાખ:10.51%

મહારાષ્ટ્ર:6.33%

ઓરિસ્સા:6.87%

પશ્ચિમ બંગાળ: 15.35%

ઉત્તર પ્રદેશ: 12.89%

09.50 AM લડાખમાં મતદાન 

લડાખમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ત્સેરિંગ નામગ્યાલ અને ભાજપના ઉમેદવાર તાશી ગ્યાલસોન લોકસભા બેઠક પરથી લડશે. વીડિયોમાં કારગિલ બૂથના જેવા મળી રહ્યાં છે.

09.30 AM સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી અને અમેઠી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં મતદાન કર્યું છે.

09.17 AM હોકી પ્રસિડેન્ટે મતદાન કર્યુ

હૉકી ઈન્ડિયા અધ્યક્ષ અને સુંદરગઢ લોકસભા બેઠકના બીજેડી ઉમેદવાર દિલિપ તિરકેએ મતદાન કરી નાગરિકોને મત આપવાની અપીલ કરી છે.

09.10 AM શુભા ખોટેએ મતદાન કર્યુ

મુંબઈમાં પીઢ અભિનેત્રી શુભા ખોટેએ મતદાન કર્યુ છે. તેમણે કહ્યું કે, મારે ઘરે બેસીને વોટ આપવો નથી, જેથી લોકો પણ મતદાન કરે.

08.45 AM જમ્મુ-કાશ્મીરના બુડગામમાં મતદાન મથકે નાગરિકો મત આપવા લાઈનમાં ઊભા છે.

જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા લોકસભા બેઠકે નાગરિકો મતદાન કરવા વહેલી સવારથી લાઈનમાં ઊભા દેખાયા છે. એન સીના ઓમર અબ્દુલ્લાહ, પીડીપીના મોહમ્મદ ફયાઝે ઉમેદવારી નોંધાવી છે.

08.36 AM શક્તિકાંત દાસ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પરિવાર સાથે મુંબઈમાં મતદાન મથકે મત આપવા પહોંચ્યા છે.

08.35 AM ચિરાગ પાસવાને હાજીપુર બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

લોક જનશક્તિ પાર્ટી (LJP)ના અધ્યક્ષ અને બિહારની હાજીપુર લોકસભા સીટના ઉમેદવાર ચિરાગ પાસવાને કહ્યું કે, મારા પિતા 1977થી હાજીપુરનું પ્રતિનિધિત્વ કરતા હતા. મને આશા છે કે મારા પિતાને હાજીપુરના લોકો તરફથી જેવો પ્રેમ મળ્યો છે. મને પણ એવો જ પ્રેમ મળશે. હાજીપુરમાં વિકાસ અને મારા પિતાનું નામ એકબીજાના પર્યાય બની ગયા છે. હાજીપુરના વિકાસ માટે હું ચોક્કસ કામ કરીશ.

08.28 AM ઈટામાં 8 વખત વોટિંગ કરનારની ધરપકડ

ઉત્તર પ્રદેશના ઇટા જીલ્લામાં 8 વખત મતદાન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, પોલિંગ પાર્ટી બૂથના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બૂથ પર ફરીથી મતદાન કરવાનો રાજ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ આદેશ આપ્યો છે.

08.20 AM રાજકુમાર રાવે મતદાન કર્યુ

અભિનેતા રાજકુમાર રાવે મુંબઈમાં મતદાન કર્યું છે.

08.18 AM સાધ્વી નિરંજને મતદાન કરવાની અપીલ કરી

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજને મતદાન એ રાષ્ટ્રીય તહેવાર છે તેમ જણાવી નાગરિકોને મતદાન કરવાનો અનુરોધ કર્યો છે.

08.15 AM બ્રિજ ભૂષણ શરણ સિંહે શું કહ્યું…

કરણ ભૂષણ સિંહને લઈને ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું, “કરણ ભૂષણને ટિકિટ મળવાથી બધા ખુશ છે. કરણ ભૂષણ સિંહ ગોંડાના યુવાનો સાથે જોડાયેલા છે. તે રાષ્ટ્રીય સ્તરના ખેલાડી છે અને રમતગમત પ્રત્યે પણ લગાવ ધરાવે છે.”

08.11 AM દિનેશ પ્રતાપ સિંઘે રાયબરેલીમાં મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંઘે રાયબરેલીથી મતદાન કર્યું છે. તેમની વિરૂદ્ધ કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધી છે. દિનેશ પ્રતાપ સિંઘે મતદાન બાદ કહ્યું કે અમેઠી અને રાયબરેલીમાં કમળ જરૂર ખીલશે. રાહુલ ગાંધી તેમની દાદી વિશે બોલે છે પણ તેમના દાદા વિશે ક્યારેય બોલ્યા નથી.
<

blockquote class=”twitter-tweet”>

#WATCH | Uttar Pradesh: BJP’s Raebareli candidate, Dinesh Pratap Singh casts his vote at a polling booth in Raebareli.

Congress has fielded Rahul Gandhi from the Raebareli seat.#LokSabhaElections2024 pic.twitter.com/AbH3XuFcyG

— ANI (@ANI) May 20, 2024

07.55 AM પિયુષ ગોયલે મતદાન કર્યુ

 #WATCH | Union Minister and BJP candidate from Mumbai North Lok Sabha seat, Piyush Goyal casts his vote at a polling station in Mumbai.#LokSabhaElections2024

Congress has fielded Bhushan Patil from the Mumbai North seat. pic.twitter.com/gjqvy6msIE

કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉત્તર મુંબઈ લોકસભા બેઠકના ઉમેદવાર પિયુષ ગોયલ મતદાન કેન્દ્રએ મત આપવા પહોંચતા જોવા મળ્યા છે. તેમની વિરૂદ્ધ કોંગ્રેસ ઉમેદવાર ભૂષણ પાટીલ છે.

07.50 AM  ઉજ્જવલ નિકમે મંદિર જઈ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ઉજ્જવલ નિકમે મતદાન પહેલા મંદિર જઈ આશીર્વાદ લઈ મત આપશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકશાહીનો તહેવાર છે અને મુંબઈકરો મદતાન કરે તેવી અપીલ કરી હતી.

07.45 AM  એમ પી લલ્લુ સિંઘે મતદાન કર્યુ

અયોધ્યા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર લલ્લુ સિંઘે મતદાન કર્યા બાદ પીએમ મોદીના વિકસિત ભારતનો સંકલ્પ ફળીભૂત થશે, તેેમજ તેઓ જ ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેમ કહ્યું હતું.

07.38 AM જાન્હવી કપૂર મતદાન મથકે પહોંચી

બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર મુંબઈમાં મતદાન મથકે પહોંચેલી જોવા મળી રહી છે.

07.32 AM  પૂર્વ કેન્દ્રીયમંત્રી દિલીપ રાયે મતદાન કર્યુ

ઓરિસ્સામાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાઉરકેલા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપ રાયે સૌને મતદાન કરવાની અપીલ કરી છે. સાથે ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

07.25 AM ફરહાનઅખ્તર અને ઝોયા અખ્તરે મતદાન કર્યુ 

ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે સુશાસન માટે મુંબઈમાં મતદાન કર્યા બાદ મતનું નિશાન બતાવતા જોવા મળ્યા છે

07.07 AM  અક્ષય કુમારે મતદાન કર્યુ

અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં પોતાનો વોટ આપ્યો છે.

07.05 AM  યામિની જાધવે મતદાન કર્યુ

શિવસેના પાર્ટીના દક્ષિણ મુંબઈથી લોકસભા ચૂંટણી લડનારા યામિની જાધવે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, નારીશક્તિને કમજોર ગણવી નહીં. દરેકને મતદાન કરવાનો અધિકાર છે તેથી મતદાન અવશ્ય કરવાની અપીલ કરી છે.

07.05 AM  આ મહાનુભાવોએ મતદાન કર્યું

પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઈમાં મતદાન કર્યું છે. ફરહાન અખ્તર મતદાન માટે મતદાન મથક પર જોવા મળ્યા હતા. આ સાથે જ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ મતદાન કર્યું છે.

 

07.04 AM વડાપ્રધાને મતદાન કરવાની અપીલ કરી

પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે. હું આ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોણ છે ભારતીય પાયલોટ ગોપીચંદ? આજે અંતરિક્ષની યાત્રા કરીને રચશે ઇતિહાસ, 40 વર્ષ પછી થશે આવું

આ પણ વાંચો:પુત્રને બચાવવા માટે મહિલાએ પતિને આપ્યુ ભયાનક મોત…