કોરોના રસીકરણ/ સાંસદો, તેમના પરિવારો અને સ્ટાફ માટે લોકસભા સચિવાલએ શરૂ કર્યા ત્રણ વેક્સીનેશન કેમ્પ

લોકસભા સચિવાલય દ્વારા સાંસદો, તેમના પરિવારો અને તેમના અંગત સ્ટાફના રસીકરણ માટે દિલ્હીમાં ત્રણ સ્થળોએ રસીકરણ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ખુદ આ રસીકરણ કેમ્પની વિઝીટ લેવા માટે પહોચ્યા હતા.

Top Stories
લીંબુ મરચા 11 સાંસદો, તેમના પરિવારો અને સ્ટાફ માટે લોકસભા સચિવાલએ શરૂ કર્યા ત્રણ વેક્સીનેશન કેમ્પ

લોકસભા સચિવાલય દ્વારા સાંસદો, તેમના પરિવારો અને તેમના અંગત સ્ટાફના રસીકરણ માટે દિલ્હીમાં ત્રણ સ્થળોએ રસીકરણ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ખુદ આ રસીકરણ કેમ્પની વિઝીટ લેવા માટે પહોચ્યા હતા. અને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિન પર કોરોના સામે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.

ઓમ બિરલાએ જણાવ્યું હતું કે દેશભરમાં રસીકરણ અભિયાનને વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સચિવાલય દ્વારા શરૂ કરાયેલ આ રસીકરણ  કેમ્પ નોર્થ એવન્યુ, સાઉથ એવન્યુ અને ડો.ઝાકિર હુસેન માર્ગ પર શરૂ કરવામાં આવ્યા છે. રસીકરણ શિબિરનું નિરીક્ષણ કરવા પહોંચેલા લોકસભા અધ્યક્ષ બિરલાએ સાંસદો અને તેમના પરિવાર સાથે પણ વાત કરી હતી.

આ પ્રસંગે ઓમ બિરલાએ દેશવાસીઓને પણ રસી મુકાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રસીકરણ એ કોરોના સામે સૌથી અસરકારક ઢાલ છે. બિરલાએ સાંસદોને વિનંતી કરી કે તેઓ લોકોને તેમના સંબંધિત વિસ્તારોમાં વધુમાં વધુ લોકોને રસી અપાવવા પ્રોત્સાહિત કરે.

આજથી નિ:શુલ્ક રસીકરણ શરૂ થયું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 રસીકરણ માટેની સુધારેલી નવી માર્ગદર્શિકાના પહેલા દિવસે આજે સાંજ સુધી દેશભરમાં રસીના 69 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આજથી દરેક ભારતીય માટે ‘મફત રસીકરણ’ અભિયાન શરૂ કરી રહી છે. આપણે બધાએ જાતને રસી મુકાવવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. સાથે મળીને આપણે કોવિડ -19 ને હરાવીશું.