ગણેશોત્સવ/ લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

ગણેશજી આસુરી શક્તિના કાર્યમાં વિધ્ન ઉભુ કરે છે તો દૈવિ શક્તિના કાર્ય આડે આવતા વિધ્નો દૂર કરે છે, કોરોના રૂપી દૈત્યના વધ માટે ગણેશજીને પ્રાર્થના કરીએ.

Trending Dharma & Bhakti Navratri 2022
વિનોદ ચાવડા 1 લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

ગમે તેવી આફત – આપત્તિ કે દુઃખ હોય ત્યારે આપણે પરમ કૃપાળુ પરમાત્માની યાદ તો અવશ્ય આવે છે આપણે ગમે તેવી સ્થિતિમાં આરાધ્ય દેવની આરાધના ક્યારે પણ બંધ કરતા નથી. નિયંત્રણો હોય તો નિયંત્રણો સાથે અને બહાર છૂટ ન હોય તો ઘરમાં રહીને પણ આપણે ભક્તિ કરીએ છીએ. ‘કર્મ કીયેજા’ ના નારા સાથે કર્મયોગનો સંદેશો આપનાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવ્યા બાદ હવે ગણેશોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારબાદ માતા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી તો આવવાનું જ છે. ૨૦૨૦ના માર્ચ માસથી આપણે સતત કોરોના રૂપી દૈત્યનો સામનો કરી રહ્યા છીએ. આ કોરોનાની પહેલી લહેર ગઈ બીજી જવાની તૈયારી છે અને ત્રીજી લહેરનો ભય છે. માનવ જીવનને ખોરવી નાખનાર કોરોના રૂપી વિધ્નને વિધ્નહર્તા ગણેશજી દૂર કરે તેવી પ્રાર્થના કરવી જ પડે.

હિંમતભાઈ ઠક્કર લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

વિધ્નહર્તા, દુંદાળા દેવ, ગણેશજી, ગણપતિ બાપા સહિત અનેક નામોથી જાણીતા અને દરેક શુભ પ્રસંગોમાં પછી તે લગ્ન હોય કે યજ્ઞ હોય તેમાં પ્રથમ પૂજા ગણેશજીની થાય છે અને ભાદરવા માસમાં તો પાંચથી શરૂ કરી ૧૧ દિવસ સુધી ગણેશોત્સવ ઉજવાય છે. પહેલાના જમાનામાં ઘેર દુંદાળા દેવની પૂજા કરી પ્રસાદ ધરાવી આરતી ઉતારી ભક્તિ કરતા હતા. ૧૯ના દાયકામાં આઝાદીની લડત વેગીલી બની. લાલ બાલ અને પાલ એટલે કે લાલા લજપતરાય, બાલ એટલે બાલ ગંગાધર તીલક અને પાલ એટલે બીપીનચંદ્ર પાલની ત્રિપુટીથી અંગ્રેજાે થરથરતા હતા. આ ત્રિપુટી પૈકીના એક એવા બાલ ગંગાધર તીલક કે જેઓ લોકમાન્ય તીલક તરીકે પણ જાણીતા હતા. તેઓ સ્વાતંત્ર્ય સૈનિકોમાં આગવું સ્થાન પણ ધરાવતા હતા.

વિનોદ ચાવડા 3 લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

સ્વાતંત્ર્ય અમારો જન્મ સિધ્ધ હક્ક છે અને તે લઈને જ રહીશુંનું નારો આ મહાન હસ્તિએ આપ્યો. આ નારો દેશભરમાં લોકોને ગળે ઉતરી ગયો. ઈતિહાસમાં ઉલ્લેખ છે તે પ્રમાણે આઝાદી માટે લોક જાગૃતિ લાવવા માટે લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાંથી ગણેશોત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરાવી. જે આજે દેશમાં પ્રસરી ગઈ છે. ગણેશોત્સવના માધ્યમથી પહેલા આઝાદી માટે જાગૃતિ લાવવામાં આવી હતી. આઝાદી મળ્યા પછી પણ ગણેશોત્સવ પણ અન્ય પર્વની જેમ ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરામાં સામેલ થઈ ગયો.
પહેલા મહારાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં ઉજવાતો હવે ગુજરાતમાં પણ ગણેશોત્સવનું મહત્વ ઘણું વધ્યું છે. ભાદરવા સુદ ચોથથી શરૂ થતો ગણેશોત્સવ અનંત ચૌદસ સુધી ઉજવાય છે. પહેલા ઘરમાં થતી ગણપતિ બાપાની પૂજા હવે સાવર્ત્રિક બની ગઈ છે. કારણ કે આ ઉત્સવને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ સાથે જાેડવામાં આવ્યો છે. આમ ગણેશોત્સવ એક રાષ્ટ્રીય ઉત્સવ બની ગયો છે.
ભારતીય શાસ્ત્ર ગ્રંથોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈપણ સારા કાર્યનો પ્રારંભ કરતા પહેલા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. આના કારણે શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે. લગભગ તમામ ધર્મગ્રંથોમાં ગણેશજીનું સ્થાન પહેલા પૂજવામાં આવતા દેવતા છે. તેથી જ પહેલા ગણેશજીનું સ્થાપન કર્યા પછી જ અન્ય પૂજા શરૂ થાય છે. ગણેશજી બુધ્ધીના દેવતા છે અને દરે કામનો પ્રારંભ કરતા પહેલા સારી યોજના, દુરદર્શી નિર્ણય અને કુશળ નેતૃત્વની જરૂરત હોય છે. આ વાત ધ્યાનમાં રાખીએ તો બુધ્ધીના દેવતા એવા ગણેશજીને યાદ કરવા જ પડે.

વિનોદ ચાવડા 4 લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

પ્રાચીન પુરાણ પ્રમાણે દેવતાઓએ ભગવાન શિવ પાસે વરદાન માગ્યું હતું અને દૈત્યોના કાર્યોમાં વિધ્ન પેદા કરવા અને દેવોના કાર્યમાં વિધ્ન દુર કરવાના આશયથી ગણેશજીની પ્રગટ કર્યા તેમણે દૈત્યોનો વધ પણ કર્યો અને  દેવને સંતુષ્ટ પણ કર્યા તેના કારણે નકારાત્મક શક્તિ રૂપી વિધ્નથી બચવા વિઘ્નેશ્વર ગણેશજીની પૂજા થાય છે. મહર્ષિ જણાવ્યા પ્રમાણે દિશાઓના સ્વામી એટલે અષ્ટ વસુઓના સમૂહને ગણ કહેવામાં આવે છે. ગણના સ્વામિ ગણેશજી ગણપતિ છે. ગણેશજીની પૂજા વગર કોઈપણ માંગલિક કાર્યોમાં કોઈપણ દેવિ દેવતાનું આગમન થતું નથી.

વિનોદ ચાવડા 5 લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો
જ્યારે શિવ મહાપૂરાણ પ્રમાણે માતા પાર્વતીની આજ્ઞાના પાલન માટે પુત્ર ગણેશે શિવજીને રોક્યા બાદ ક્રોધિત મહાદેવ સાથેના યુધ્ધમાં ગણેશજીનું માથુ કપાઈ ગયું. દેવી પાર્વતીના કહેવાથી ગણેશજીના શરીર પર હાથીનું માથુ લગાવી દેવાયું ત્યારે આદ્યશક્તિ માતા પાર્વતિએ કહ્યું કે આ સ્વરૂપમાં મારા પુત્રની પૂજા કોણ કરશે. ત્યારે શિવજીએ એવું વરદાન આપ્યું કે કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં દેવી – દેવતાઓની પૂજા અને દરેક પ્રકારના માંગલિક કાર્ય પહેલા ગણેશજીની પૂજા રહેશે. ગણપતિ વિના દરેક પૂજા અને કામ અધુરા રહેશે. આમ ગણેશજીની પ્રથમ પૂજા કરવાની પરંપરા સ્થાપિત થઈ.

વિનોદ ચાવડા 6 લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

આમ ગણેશજીને આસુરી શક્તિના કાર્યમાં વિધ્ન ઉભા કરનારા અને દૈવિ શક્તિના કાર્યમાં વિધ્ન ઉભા કરનારા અને આદિ વ્યાધી અને ઉપાધી સહિતના કોઈપણ વિધ્નોનો નાશ કરનારા દેવતા માનવામાં આવે છે. લોકમાન્ય તીલકે ગણેશજી અને ગણેશોત્સવને રાષ્ટ્રભક્તિ સાથે જાેડી દીધો છે અને અત્યારે પણ આ પરંપરા ચાલુ છે આપણે રામાયણ સિરિયલમાં જાેયું તે પ્રમાણે ભગવાન શ્રી રામે પણ પોતાના સૈન્યને લંકાતરફ કૂચ કરવાનો આદેશ આપતા પહેલા જય શ્રી ગણેશનો નારો લગાવ્યો હતો અને પછી હર હર મહાદેવના નારા શરૂ થયા હતા.

વિનોદ ચાવડા 7 લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો
ભવ્ય સાંસ્કૃતિક વારસા સમા અને દેવોની અવતાર ભૂમિ એવા ભારતને આતંકવાદ નામનો દૈત્ય તો ઘણા લાંબા સમયથી પીડે જ છે. હવે ચીનમાં જન્મેલો અને ભારતમાં કહેર મચાવી જનાર કોરોના રૂપી દૈત્યનો વધ કરીને ભારતના વિકાસ રૂપી યજ્ઞને આગળ ધપાવવા પ્રથમ સમરૂ ગણપતિના સૂત્ર સાથે દુંદાળા દેવને પ્રાર્થના કરીએ આતંકવાદ અને કોરોના તો ઠીક પણ ગણપતિ બાપા ભારતને તમામ પ્રકારના વિધ્નોથી બચાવે અને સાથો સાથ રાષ્ટ્રભક્તિની જ્યોત પણ પ્રજવલિત રહે તેવી દુંદાળા દેવને પ્રાર્થના કરીએ.

વિશ્લેષણ / ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું