Not Set/ લોકસભા ચૂંટણી 2019: ત્રીજા ચરણમાં 392 ઉમેદવાર કરોડપતિ, સપાના આ ઉમેદવાર પાસે 204 કરોડની સંપત્તિ  

લોકસભા ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન આવતીકાલે એટલે કે 23 એપ્રિલના રોજ યોજાશે. આ ચરણમાં પણ અનેક રસપ્રદ માહિતી મળી રહી છે. જે મુજબ આ ચરણમાં કુલ 392 ઉમેદવાર કરોડપતિ છે. તેઓ રૂ.1 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. દરેક મુખ્ય પક્ષોમાં તેની ટકાવારી સારી છે. ભાજપમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસ પણ બીજા નંબર […]

Top Stories
landingpage લોકસભા ચૂંટણી 2019: ત્રીજા ચરણમાં 392 ઉમેદવાર કરોડપતિ, સપાના આ ઉમેદવાર પાસે 204 કરોડની સંપત્તિ  

લોકસભા ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન આવતીકાલે એટલે કે 23 એપ્રિલના રોજ યોજાશે. આ ચરણમાં પણ અનેક રસપ્રદ માહિતી મળી રહી છે. જે મુજબ આ ચરણમાં કુલ 392 ઉમેદવાર કરોડપતિ છે. તેઓ રૂ.1 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. દરેક મુખ્ય પક્ષોમાં તેની ટકાવારી સારી છે. ભાજપમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસ પણ બીજા નંબર પર છે. તે સિવાય જેડીયુ અને આરજેડીના ઉમેદવારો પણ કરોડપતિ ઉમેદવારોની હરોળમાં છે.

ક્યાં પક્ષમાં કેટલા ઉમેદવારો કરોડપતિ

ભાજપ – કુલ 97 ઉમેદવારો – તેમાંથી 81 ઉમેદવારો કરોડપતિ

કોંગ્રેસ – કુલ 90 ઉમેદવારો – તેમાંથી 74 ઉમેદવારો કરોડપતિ

સમાજવાદી પાર્ટી – કુલ 10 ઉમેદવારો – તેમાંથી 9 ઉમેદવારો કરોડપતિ

સીપીઆઇ-એમ – 10 ઉમેદવારો કરોડપતિ

બહુજન સમાજ પાર્ટી – 12 ઉમેદવારો કરોડપતિ

એસએચએસ – 9 ઉમેદવારો કરોડપતિ

એનસીપી – કુલ 10 ઉમેદવારો – તેમાંથી 7 ઉમેદવારો કરોડપતિ

સપાના ઉમેદવાર પાસે સૌથી વધુ સંપત્તિ

એડીઆરના એક રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશની એટા લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કુંવર દેવેન્દ્ર સિંહ યાદવ સૌથી વધુ 204 કરોડની સંપત્તિના માલિક છે.

આ બાદ યાદીમાં મહારાષ્ટ્રના સતારા બેઠકના ઉમેદવાર ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજ છે જે કુલ 199 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. ત્રીજા ક્રમાંકે બરેલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણ સિંહ એરોન 147 કરોડની સંપત્તિના માલિક છે.

11 ઉમેદવારો પાસે નહીવત્ સંપત્તિ

ત્રીજા ચરણમાં કરોડપતિ ઉમેદવારોની તુલનામાં નહીવત્ત સંપત્તિ ધરાવતા ઉમેદવારો પણ છે. ત્રીજા ચરણમાં કુલ 11 ઉમેદવારો એવા છે જેની પાસે ચલ-અચલ સંપત્તિમાં કોઇ સંપત્તિ નથી. ત્રીજા ચરણમાં કુલ 142 મહિલા ઉમેદવારો પણ છે. સૌથી ઓછી સંપત્તિ મહારાષ્ટ્રની સોલાપુરના હિન્દુસ્તાન જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીવેંકટેશ્વર મહા સ્વામીજી ધરાવે છે. તે માત્ર રૂ.9ની સંપત્તિ ધરાવે છે. ત્યારબાદ વાયનાડ સીટના નિર્દલીય ઉમેદવાર શ્રીજીત પીઆર છે જે માત્ર 120 રૂપિયા સંપત્તિ તરીકે ધરાવે છે. ત્રીજા સ્થાને પુણે લોકસભા સીટના ઉમેદવાર વસંત કોલ્હાપુરે 207 રૂપિયા ધરાવે છે.

ક્યાં પક્ષ પાસે કેટલી સરેરાશ સંપત્તિ

પક્ષ                સરેરાશ સંપત્તિ

ભાજપ            રૂ.13.01 કરોડ

કોંગ્રેસ             રૂ.10.96 કરોડ

એસએચએસ     રૂ.2.69 કરોડ

બસપા             રૂ.1.22 કરોડ

સીપીઆઇ        રૂ.1.76 કરોડ

એનસીપી         રૂ.48.49 કરોડ

સપા                 રૂ.28.52 કરોડ

એઆઇટીસી      રૂ.4.93 કરોડ