Not Set/ હાર્દિક પટેલ પર લાફાવાળી મામલે કોંગ્રેસ એક્શન મોડમાં, સુરેન્દ્રનગરમાં વિશાળ રેલીનું આયોજન

સુરેન્દ્રનગર, હાર્દિક પટેલ પર લાફાવાળી મામલાને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.હાર્દિક પર થયેલા હુમલાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી યોજવામાં આવશે.રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, કાર્યકરો અને પાટીદારો મોટી સંખ્યામાં જોડાશે.કોંગ્રેસની આ રેલી સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ કલેક્ટર કચેરી પહોચશે.જ્યાં આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.હાર્દિક પર થયેલા હુમલા અંગે કોંગ્રેસ […]

Top Stories
rer 13 હાર્દિક પટેલ પર લાફાવાળી મામલે કોંગ્રેસ એક્શન મોડમાં, સુરેન્દ્રનગરમાં વિશાળ રેલીનું આયોજન

સુરેન્દ્રનગર,

હાર્દિક પટેલ પર લાફાવાળી મામલાને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.હાર્દિક પર થયેલા હુમલાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી યોજવામાં આવશે.રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, કાર્યકરો અને પાટીદારો મોટી સંખ્યામાં જોડાશે.કોંગ્રેસની આ રેલી સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ કલેક્ટર કચેરી પહોચશે.જ્યાં આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.હાર્દિક પર થયેલા હુમલા અંગે કોંગ્રેસ દ્વારા તપાસની માગ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ગઈકાલે સુરેન્દ્રનગરના વઢવાણા બલદાણા ગામે કોંગ્રેસની જાહેરસભા દરમિયાન હાર્દિક પર હુમલો થયો હતો. હાર્દિક પટેલ જાહેરસભાને સંબોધી રહ્યો હતો તે સમયે તરૂણ ગજ્જર નામક શખ્સે મંચ પર ચઢી હાર્દિકને લાફો માર્યો હતો.જ્યાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યાં છે.