Not Set/ કૉંગ્રેસે બીજા 7 ઉમેદવારોની યાદી જાહેર કરી,વાંચો કોણ ક્યાંથી ચૂંટણી લડશે

ગુજરાત લોકસભાની ખાલી બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે.જાહેર કરાયેલા નામો મુજબ બનાસકાંઠા બેઠકથી પરથી ભાઈ ભટોળ ચૂંટણી લડશે.સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર લડશે. અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે.ભાવનગરથી મનહર પટેલ તેમજ ખેડા બેઠક પરથી બિમલ શાહના નામની જાહેરાત કરવામાં આવી છે.આજ પ્રમાણે સુરત બેઠક પર ઓશોક અધેવાડાના નામની […]

Gujarat Others
Untitled 9 કૉંગ્રેસે બીજા 7 ઉમેદવારોની યાદી જાહેર કરી,વાંચો કોણ ક્યાંથી ચૂંટણી લડશે

ગુજરાત લોકસભાની ખાલી બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે.જાહેર કરાયેલા નામો મુજબ બનાસકાંઠા બેઠકથી પરથી ભાઈ ભટોળ ચૂંટણી લડશે.સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર લડશે.

અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે.ભાવનગરથી મનહર પટેલ તેમજ ખેડા બેઠક પરથી બિમલ શાહના નામની જાહેરાત કરવામાં આવી છે.આજ પ્રમાણે સુરત બેઠક પર ઓશોક અધેવાડાના નામની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભાના ઉમેદવારોની સાથે સાથએ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.જ્યાં ધાંગધ્રા વિધાનસભા બેઠક પર દિનેશ પટેલ, જામનગર ગ્રામ્યથી જયંતિભાઈ , માણવદરથી અરવિંદભાઈ લાડાના નામની જાહેરાત કરવામાં આવી છે.ઉમેદવારોના નામોની જાહેરાત થતા કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે આજે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હોવાથી જાહેર થયેલા તમામ ઉમેદવારો પોતાનું નામાંકન દાખલ કરાવશે.