Not Set/ ભાજપ મારી પર હુમલો કરાવે છે – જામનગર રોડ શોમાં હાર્દિકે ભાજપ પર કર્યા પ્રહાર

મંતવ્ય ન્યૂઝ, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર માટે આજે જામનગરની મુલાકાતે છે. તદુપરાંત લોકસભાની ચૂંટણી પ્રચાર નો અંતિમ દિવસ હોય ત્યારે  હાર્દિક પટેલે જામનગર જિલ્લાના ગામડાઓમાં  રોડ શો કર્યો હતો. લોકસભા ની સાથો સાથ જામનગર ગ્રામ્ય વિધાનસભા ની પણ પેટા ચૂંટણી પણ યોજાવાની હોય ત્યારે હાર્દિકના ભવ્ય રોડ શોને લઈને લોકોમાં પણ કોંગ્રેસ […]

Top Stories
હાર્દિક પટેલ જામનગર સભા ભાજપ મારી પર હુમલો કરાવે છે – જામનગર રોડ શોમાં હાર્દિકે ભાજપ પર કર્યા પ્રહાર

મંતવ્ય ન્યૂઝ,

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર માટે આજે જામનગરની મુલાકાતે છે. તદુપરાંત લોકસભાની ચૂંટણી પ્રચાર નો અંતિમ દિવસ હોય ત્યારે  હાર્દિક પટેલે જામનગર જિલ્લાના ગામડાઓમાં  રોડ શો કર્યો હતો. લોકસભા ની સાથો સાથ જામનગર ગ્રામ્ય વિધાનસભા ની પણ પેટા ચૂંટણી પણ યોજાવાની હોય ત્યારે હાર્દિકના ભવ્ય રોડ શોને લઈને લોકોમાં પણ કોંગ્રેસ તરફી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શૉ દરમિયાન હાર્દિકે ખેડૂતો, બેરોજગારી સહિતના મુદ્દે ભાજપ પર વાર કરતા કોંગ્રેસની જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના બંને ઉમેદવારો નો પ્રચાર કરી હાર્દિકે મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત કરી હતી અને એવું નિવેદન આપ્યું હતું કે, મારી સભા માં ભાજપ મારી પર હુમલા કરાવે છે તેમજ આગામી બે થી પાંચ દિવસમાં મારી હત્યા પણ કરાવશે.