Mumbai/ એન્ટિલીયાની બહાર વિસ્ફોટક રાખનારા શખ્સનો પ્રથમ ફોટો આવ્યો સામે, PPP કીટથી છુપાવ્યો ચહેરો

આ ઇનોવા કાર પણ બીજી વખત ઘટના સ્થળે આવી હતી. અને ઇનોવાના ડ્રાઇવરે તેની ઓળખ છુપાવવા માટે પી.પી.ઇ કીટનો ઉપયોગ કર્યો હતો. 

Top Stories India
A 104 એન્ટિલીયાની બહાર વિસ્ફોટક રાખનારા શખ્સનો પ્રથમ ફોટો આવ્યો સામે, PPP કીટથી છુપાવ્યો ચહેરો

વિખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મામલે સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એ છે કે બંને વાહનો અંબાણીના ઘરની બહાર આવ્યા હતા. તેમાંથી એક સ્કોર્પિયો કાર હતી જે વિસ્ફોટકોથી ભરેલી હતી અને તેને અંબાણીના ઘરની બહાર પાર્ક કરી હતી, ત્યારે કારમાં બેઠેલી વ્યક્તિ બીજી કારમાં બેસીને નીકળી ગયો હતો. આ બીજું વાહન સફેદ રંગની ઈનોવા કાર હતી.

મળતી માહિતી અનુસાર, આ ઇનોવા કાર પણ બીજી વખત ઘટના સ્થળે આવી હતી. અને ઇનોવાના ડ્રાઇવરે તેની ઓળખ છુપાવવા માટે પી.પી.ઇ કીટનો ઉપયોગ કર્યો હતો. આ જ કારણ છે કે સીસીટીવી ફૂટેજમાં કાર ચાલકનો ચહેરો દેખાઈ શક્યો નહીં. આ ઇનોવા કાર મુંબઈમાં બે વાર આવી જતી અને તે બંને વખત મુકેશ અંબાણીના ઘરની બહારથી પસાર થઇ હતી.. આ નવી માહિતી તપાસ આગળ વધારવામાં મહત્વની સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરનાર સપ્લાયરની ધરપકડ, બે વિદેશી નાગરિકો પણ ઝડપાયા

શું છે સમગ્ર મામલો?

વિસ્ફોટકોથી ભરેલી એક કાર 25 ફેબ્રુઆરીના રોજ રાત્રે 1 વાગ્યે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરેલી મળી હતી. આ સમાચાર આવ્યા પછી જૈશ-ઉલ-હિંદ નામના આતંકવાદી સંગઠને આ કામ કર્યું છે. તેવું સામે આવ્યું છે. ફિરોતિની માંગ કરતો એક ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. પરંતુ જૈશ-ઉલ-હિંદે આ મામલે કોઈપણ પ્રકારનો હાથ હોવાની ના પાડી હતી. તે દરમિયાન કારનો માલિક મનસુખ હિરેન આગળ આવ્યો અને પોલીસ અને મીડિયા સમક્ષ સ્પષ્ટ કરી દીધું કે તેની કાર ચોરી થઈ છે અને તેણે આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો : PM મોદીએ કોલકાતા અકસ્માત અંગે વ્યક્ત કર્યું દુઃખ, 2 લાખ વળતરની કરી જાહેરાત

દરમિયાન, વિધાનસભાના વિપક્ષી નેતાએ આ કેસની તપાસમાં રોકાયેલા ક્રાઈમ બ્રાંચના અધિકારી સચિન વાજેને આપેલી તપાસ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને તેમની કાર્યવાહી અંગે શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચથી એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) ને સોંપી હતી. દરમિયાન, અચાનક આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષી મનસુખ હિરેનની લાશ 5 માર્ચે મુંબઇના મુમ્બ્રા વિસ્તારની અખાતમાંથી મળી આવી હતી અને આ કેસમાં રહસ્ય ઘેરાયું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાન બોર્ડર પર ગયેલા કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી જ્યારે અચાનક થયા ગાયબ, અને પછી….

આ પછી, એનઆઈએ અંબાણીના ઘરની બહાર મળી એક વિસ્ફોટક કારનો કેસ લીધો હતો. અને હાલમાં આ કેસ એનઆઈએના હાથમાં છે. જ્યારે સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની રહસ્યમય મોતનો મામલો મહારાષ્ટ્ર એટીએસના હાથમાં છે.