Not Set/ આતંકીઓના IED શસ્ત્રને વોટર આઈડીના શસ્ત્રથી હરાવો :પીએમ મોદી

અમદાવાદ, લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી હતી. તેમણએ પોતાની ટ્વિટમાં જનતાને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો વોટ કિંમતી છે…દેશને નવી દિશા મળશે. જેના બાદ તેઓ માતાના આર્શીવાદ લીધા બાદ મતદાન આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. સાથે જ […]

Top Stories Ahmedabad Gujarat Trending
loksbha 13 આતંકીઓના IED શસ્ત્રને વોટર આઈડીના શસ્ત્રથી હરાવો :પીએમ મોદી

અમદાવાદ,

લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી હતી. તેમણએ પોતાની ટ્વિટમાં જનતાને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો વોટ કિંમતી છે…દેશને નવી દિશા મળશે. જેના બાદ તેઓ માતાના આર્શીવાદ લીધા બાદ મતદાન આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. સાથે જ જનતાને લોકશાહીના મહાપર્વમાં સક્રિય ભાગીદાર થવા કરી અપીલ કરી હતી.

અમદાવાદના રાણીપની સ્કૂલમાં મતદાન કરીને બહાર આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું મારા વતનમાં મતદાન કરીને ગર્વ અનુભવું છું. સાથે જ આતંકવાદનો ખાત્મો કરવા લોકોએ પોતાના વોટર આઇડીનો ઉપયોગ કરવો જોઇએ તેવી અપીલ કરી, કહ્યું કે આતંકવાદીઓના IED શસ્ત્રને જનતા VOTER IDના શસ્ત્રથી હરાવે, નોંધનિય છે કે પુલવામાં IED બ્લાસ્ટને  કારણે ભારતના 42 જવાનો શહીદ થઇ ગયા હતા ત્યાર બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી હતી. અને ભાજપે પણ પાકિસ્તાનને ચૂંટણી મુદ્દો બનાવીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.