Not Set/ અમદાવાદમાં પીએમ મોદી કરશે મતદાન,મતદાન મથક આસપાસ ભારે સુરક્ષા ગોઠવાઇ

અમદાવાદ, લોકસભા 2019 ના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.23 નવેમ્બરે ગુજરાતના અનેક મહાનુભવો મતદાન કરશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હશે.અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન શૈક્ષણિક સંકુલ મતદાન મથક નંબર 118માં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરશે. પીએમ નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. પીએમ મોદી […]

Top Stories
gah 19 અમદાવાદમાં પીએમ મોદી કરશે મતદાન,મતદાન મથક આસપાસ ભારે સુરક્ષા ગોઠવાઇ

અમદાવાદ,

લોકસભા 2019 ના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.23 નવેમ્બરે ગુજરાતના અનેક મહાનુભવો મતદાન કરશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હશે.અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન શૈક્ષણિક સંકુલ મતદાન મથક નંબર 118માં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરશે.

પીએમ નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. પીએમ મોદી 23 એપ્રિલે સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થશે. અને તેઓ અમદાવાદથી સીધા ઓરિસ્સા જવા રવાના થશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન કરવાના હોવાથી ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સોમવારે પ્રધાનમંત્રી મતદાન મથક પર આવવાના હોવાથી એસપીજીની ટીમ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.રાણીપમાં જે જગ્યા પર મતદાન મથક આવેલું છે તેની આજુબાજુના વિસ્તારમાં ડોગ સ્ક્વોડે ચેકિંગ કર્યું હતું.

આ ઉપરાંત જિલ્લા કલેકટર તથા પોલીસ અધિકારીઓ દ્વારા નિશાંન શૈક્ષણિક સંકુલમાં સુરક્ષાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવતીકાલે જ્યારે નરેન્દ્ર મોદી મતદાન કરવા રાણીપની નિશાન સ્કૂલ ખાતે આવશે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ નરેન્દ્ર મોદીની સાથે આવે તેવી અટકળો સેવાઇ રહી છે.