Not Set/ પ.બંગાળમાં મતદાન દરમિયાન ફરી હિંસા, ભાજપ-ટીએમસી બંનેનાં કાર્યકરોની થઇ હત્યા

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયું છે.છઠ્ઠા તબક્કામાં દિલ્હી સહીત સાત રાજ્યોમાં 59 બેઠકો પર મતદાન યોજાશે.ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહાર, મધ્ય પ્રદેશ એ પશ્ચિમ બંગાળમાં આઠ આઠ બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. જો કે છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે.અહીં 8 બેઠકો […]

Top Stories India
eep 5 પ.બંગાળમાં મતદાન દરમિયાન ફરી હિંસા, ભાજપ-ટીએમસી બંનેનાં કાર્યકરોની થઇ હત્યા

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયું છે.છઠ્ઠા તબક્કામાં દિલ્હી સહીત સાત રાજ્યોમાં 59 બેઠકો પર મતદાન યોજાશે.ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહાર, મધ્ય પ્રદેશ એ પશ્ચિમ બંગાળમાં આઠ આઠ બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે.

જો કે છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે.અહીં 8 બેઠકો પર મતદાન શરૃ થયું છે ત્યારે ઝારગ્રામમાં ભાજપના કાર્યકરની લાશ મળી હતી.રામેન સિંહ નામની આ વ્યક્તિ ભાજપનો બૂથ કાર્યકર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેની હત્યા થઈ હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.જો કે સ્થાનિક પોલીસનો દાવો છે કે રામેન સિંહ પહેલેથી બીમાર હતો.પોલીસે રામેન સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ઝારગ્રામ જિલ્લાના ચુનસોલે ગામમાંથી રામેનનો મૃતદેહ મળ્યો હતો.ભાજપ સિવાય ટીએમસીના એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરી હોવાનો પણ આરોપ મુકાયો છે.એ સિવાય મીદનાપુરમાં ટીએમસીના બે કાર્યકરોને ગોળી મારવામાં આવી છે.

મરધારા તાલુકાના કાંઠી ગામમાં ટીએમસીના કાર્યકર સુધાકર મૈતીની હત્યા કરી દીધી હોવાનું પણ જાણવા મળેલ છે.સુધાકર મૈતી તેના ગામમાંથી ગાયબ થયો હતો અને પછી તેનો મૃતદેહ મળ્યો હતો.