Not Set/ એશિયાની ચિંતા વધારતુ ઈન્ડોનેશિયા, સપ્તાહમાં નોંધાયા 3 લાખ કેસ

આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપટમાં આવી ગયુ છે. કોરોનાવાયરસે દુનિયાભરનાં લગભગ તમામ દેશોને પ્રભાવિત કર્યુ છે.

Top Stories World
11 329 એશિયાની ચિંતા વધારતુ ઈન્ડોનેશિયા, સપ્તાહમાં નોંધાયા 3 લાખ કેસ
  • એશિયાની ચિંતા વધારતું ઈન્ડોનેશિયા
  • 24 કલાકમાં વધુ 56,757 નવા કેસ
  • 24 કલાકમાં વધુ 981 નાગરિકોના મોત
  • સપ્તાહમાં જ ઈન્ડોનેશિયામાં 3 લાખ કેસ
  • યુકેમાં પણ ડેલ્ટા વેરિએન્ટનો તરખાટ
  • યુકેમાં 24 કલાકમાં જ નવા 48,553 કેસ
  • સ્પેનમાં 24 કલાકમાં 27,688 નવા કેસ
  • રશિયામાં 24 કલાકમાં 25,293 નવા કેસ
  • ઈરાનમાં 24 કલાકમાં 23,655 નવા કેસ

આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપટમાં આવી ગયુ છે. કોરોનાવાયરસે દુનિયાભરનાં લગભગ તમામ દેશોને પ્રભાવિત કર્યુ છે. ત્યારે જો એશિયાની વાતી કરીએે તો અહી હવે ઈન્ડોનેશિયામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જે હવે ચિંતાનુ કારણ બન્યુ છે.

11 328 એશિયાની ચિંતા વધારતુ ઈન્ડોનેશિયા, સપ્તાહમાં નોંધાયા 3 લાખ કેસ

ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે! / ભાગેડું મેહુલ ચોક્સીએ ભારતીય એજન્સીઓ પર અપહરણનો લગાવ્યો આરોપ

ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. વળી અહી ભારતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાનની પરિસ્થિતિ ઉભી થઈ ગઇ છે. બુધવારે, ઈન્ડોનેશિયામાં 54,517 નવા કોવિડ-19 કેસ મળી આવ્યા છે. ઈન્ડોનેશિયામાં એક જ દિવસમાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ હોવાનો આ રેકોર્ડ છે, કેસોમાં ઝડપી વધારાને કારણે, ઈન્ડોનેશિયા એશિયાનું નવું કોરોના હબ બની ગયું છે. ઈન્ડોનેશિયા વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. દેશની કુલ વસ્તી 27 કરોડથી વધુ છે. અહી એક દિવસમાં એટલા કોરોનાનાં દર્દીઓ સામે આવી રહ્યા છે, જેટલા ગત મહિનામાં ભારતમાં સામે આવતા હતા. જો સંક્રમણનો આ ઝડપી તબક્કો ચાલુ રહે છે, તો પરિસ્થિતિ બેકાબૂ બની શકે છે. શનિવારે બહાર પાડવામાં આવેલા એક સર્વે રિપોર્ટ મુજબ, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. ગયા અઠવાડિયે અહહી ઇમરજન્સી લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.

11 330 એશિયાની ચિંતા વધારતુ ઈન્ડોનેશિયા, સપ્તાહમાં નોંધાયા 3 લાખ કેસ

નવી આફત / કિમ જોંગ ઉનનાં રાજમાં North Korea માં જનતા ભૂખમરીથી પીડિત, UN પાસે માંગી મદદ

અધિકારીઓનું કહેવું છે કે, જો પરિસ્થિતિ ટૂંક સમયમાં નિયંત્રણમાં નહીં આવે તો દેશની આરોગ્ય વ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે છે. જો સમયસર કોરોનાનાં કેસોને નિયંત્રિત ન કરવામાં આવે તો પરિસ્થિતિ ભયાનક બની શકે છે. ઈન્ડોનેશિયાનાં આરોગ્ય મંત્રી બૂદી સાદિકિને કહ્યું હતું કે, દેશભરની ઘણી હોસ્પિટલોમાં બેડ્સ હજી ખાલી છે, પરંતુ ડેલ્ટા વેરિઅન્ટ્સ ફાટી નીકળવાનાં કારણે ઘણા પ્રાંતોમાં કોરોના સંક્રમણનાં કેસો ખૂબ વધારે છે. જાપાની અખબાર નિક્કેઈ એશિયાનાં જણાવ્યા અનુસાર મંગળવારે ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસનાં 47,899 નવા કેસ નોંધાયા છે. વળી, સોમવારે 40,427 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા.