Not Set/ મારા શ્રાપથી હેમંત કરકરેનું મોત થયું,સાધ્વી પ્રજ્ઞાનું વિવાદાસ્પદ નિવેદન

મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નવો વિવાદ ઉભો કર્યો છે.તેમને આરોપ લગાવ્યાં છે કે મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ પોલીસ અધિકારી હેમંત કરકરેએ મને માલેગાંવ બ્લાસ્ટમાં ખોટી રીતે ફસાવી હતી. જેથી તેનો આખો વંશ જ ખતમ થઇ જશે અને તેના કર્મોના કારણે જ તેને મોત […]

Top Stories Trending
rer 21 મારા શ્રાપથી હેમંત કરકરેનું મોત થયું,સાધ્વી પ્રજ્ઞાનું વિવાદાસ્પદ નિવેદન

મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નવો વિવાદ ઉભો કર્યો છે.તેમને આરોપ લગાવ્યાં છે કે મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ પોલીસ અધિકારી હેમંત કરકરેએ મને માલેગાંવ બ્લાસ્ટમાં ખોટી રીતે ફસાવી હતી. જેથી તેનો આખો વંશ જ ખતમ થઇ જશે અને તેના કર્મોના કારણે જ તેને મોત મળ્યું છે. કરકરે મુંબઇ હુમલામાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થઇ ગયા હતા.

સાધ્વીએ કહ્યું કે સુરક્ષા આયોગના એક સભ્યએ હેમંત કરકરેને બોલાવીને કહ્યું હતુ કે સાધ્વીને છોડી મુકો. પરંતુ કરકરેએ કહ્યું હતુ કે, હું ગમે તે રીતે પુરાવાઓ ભેગા કરીશ અને સાધ્વીને નહીં છોડું. સાધ્વીએ કરકરેને દેશદ્રોહી અને ધર્મવિરોધી ગણાવીને કહ્યું કે તેઓ મને જેલમાં ગંદી ગાળો આપતા હતા અને મે તેને કહ્યું હતુ કે તારો સર્વનાશ થશે અને એમ જ થયું. કરકરે મહારાષ્ટ્ર એટીએસના ચીફ હતા અને આતંકીઓ સામે લડતા શહીદ થયા હતા.માલેગાંવ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આરોપી હતા અને તેમના પર અત્યાચાર ગુજાર્યાની વાતો પણ ચર્ચાઇ રહી છે. ત્યારે આ કેસની તપાસ કરકરે પાસે હતી.