Not Set/ ફિલ્મ છિછોરેનું ફર્સ્ટ લુક થયું જાહેર, નહી ઓળખી શકો શ્રદ્ધા અને સુશાંતને

મુંબઈ ઘણી રાહ જોયા બાદ અંતે સુશાંત રાજપૂત અને શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ ‘છિછોરે’ નું ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ‘ દંગલ ‘ ફેમ નીતેશ તિવારીએ કર્યું છે.   ઉલ્લેખનીય છે કે છિછોરે ફિલ્મના ફર્સ્ટ લુકમાં શ્રદ્ધા અને સુશાંતને ઓળખવા ઘણા મુશ્કેલ છે. આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર તો દિલચસ્પ છે જ […]

Trending Entertainment
maxresdefault 8 ફિલ્મ છિછોરેનું ફર્સ્ટ લુક થયું જાહેર, નહી ઓળખી શકો શ્રદ્ધા અને સુશાંતને

મુંબઈ

ઘણી રાહ જોયા બાદ અંતે સુશાંત રાજપૂત અને શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ ‘છિછોરે’ નું ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ‘ દંગલ ‘ ફેમ નીતેશ તિવારીએ કર્યું છે.

 

ઉલ્લેખનીય છે કે છિછોરે ફિલ્મના ફર્સ્ટ લુકમાં શ્રદ્ધા અને સુશાંતને ઓળખવા ઘણા મુશ્કેલ છે. આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર તો દિલચસ્પ છે જ પણ તેની પર લખેલું કેપ્શન આ ફિલ્મને વધારે દિલચસ્પ બનાવી રહ્યું છે. પોસ્ટર પર લખ્યું છે કે ‘ કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી ‘. આ કેપ્શન પરથી ફિલ્મ કોમેડી હશે તેવું લાગી રહ્યું છે. તેટલું જ નહી પરંતુ દરેક પત્રોના ડબલ રૂપ પોસ્ટરમાં દેખાઈ રહ્યા છે. ૭ પાત્રો જે આ ફિલ્મમાં દેખાશે તેમને જુવાન અને વૃદ્ધ બતાવાયા છે. પોસ્ટર પરથી આ ફિલ્મ ઘણી દિલચસ્પ લાગી રહી છે.

આ પોસ્ટર પર દરેક પાત્રોના નામ પણ લખ્યા છે જે ઘણા જોરદાર છે. આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં પ્રતિક બબ્બર જોવા મળશે. છિછોરે ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે.

છિછોરે ફિલ્મ આવતા વર્ષે રીલીઝ થશે.