Not Set/ સુરત: ઉમેદવારી રદ્દ થતા ઉમેદવારે હાથ કાપી કેરોસીન છાંટીને આપઘાતનો કર્યો પ્રયાસ

સુરત, સુરતમાં અપક્ષ ઉમેદવારે હાથ કાપી કેરોસીન છાંટીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારી ફોર્મ રદ થતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આપઘાતનો પ્રયાસ કરનારને સિવિલ લાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીના સુરતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ આજે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. શીવા ચાવડા નામના વ્યક્તિનું ફોર્મ રદ થતાં તેણે કલેક્ટર […]

Top Stories Gujarat Surat Trending
m 11 સુરત: ઉમેદવારી રદ્દ થતા ઉમેદવારે હાથ કાપી કેરોસીન છાંટીને આપઘાતનો કર્યો પ્રયાસ

સુરત,

સુરતમાં અપક્ષ ઉમેદવારે હાથ કાપી કેરોસીન છાંટીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારી ફોર્મ રદ થતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આપઘાતનો પ્રયાસ કરનારને સિવિલ લાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીના સુરતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ આજે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. શીવા ચાવડા નામના વ્યક્તિનું ફોર્મ રદ થતાં તેણે કલેક્ટર કચેરીમાં જ હાથ કાપીને શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાત કરવાની કોશિષ કરતાં તેને પકડીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શિવા ચાવડાએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થતાં તેણે આવું કર્યું હતું.