PSI/ હાશ, ઉમેદવારો આનંદોઃ છેવટે પીએસઆઈ ભરતીનું અંતિમ મેરિટ લિસ્ટ જાહેર

એલઆરડી ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે પીએસઆઇ પરીક્ષાનું પણ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે.

Top Stories Gujarat
PSI Merit list હાશ, ઉમેદવારો આનંદોઃ છેવટે પીએસઆઈ ભરતીનું અંતિમ મેરિટ લિસ્ટ જાહેર

એલઆરડી પછી પીએસઆઇનું અંતિમ મેરિટ લિસ્ટ જાહેર થતા ઉમેદવારો આનંદિત

એલઆરડી ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે પીએસઆઇ પરીક્ષાનું પણ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. આ મામલે પીએસઆઇ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS વિકાસ સહાયે માહિતી આપી છે. PSI ભરતીમાં પણ ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેનો અંત આવ્યો છે અને અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે બોર્ડની વેબસાઇટ પર અંતિમ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરી દેવાયુ છે. આ મામલે PSI ભરતી બોર્ડના અધ્યક્ષ IPS વિકાસ સહાયે માહિતી આપી છે. જેને લઇને ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી 14 ઓક્ટોબર 2022 નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર-2021ની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર-2021ની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે તે માટે 15 ઓક્ટોબર 2022ના સવાર 11 વાગ્યાથી 17 ઓક્ટોબર 2022ના રાત્રિ કલાકઃ 23.59 દરમ્યાન ઉમેદવારો માટે OJAS ની વેબસાઇટ ૫ર વિથડ્રો અરજી મંગાવવામાં આવેલી હતી.

કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ કુલ-13 ઉમેદવારોની OJAS ની વેબસાઇટ ૫ર વિથડ્રો અરજી મળેલ છે. ઉમેદવારોએ ઉમેદવારી જતી કરતા બાકી રહેતા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરી આખરી પસંદગી યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર દ્વારા કરવાની રહેતી હોવાથી પસંદગી યાદીને લગતા રેકર્ડ તેઓ તરફ મોકલી આપવામાં આવે છે.

જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં એસસી અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને એસટી ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.

જાહેર કરેલ પસંદગી યાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોના સંબંઘિત વિભાગ દ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ધ્વારા કાર્યવાહી કરવામાં આવશે.