Not Set/ 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો

આપણા દેશની વસ્તિ લગભગ સવા સો કરોડ છે. તેમાંથી લગભગ દોઢ કરોડ લોકોને કોરોનાએ તેના દર્દી બનાવ્યા છે. જો કાયદાથી જોઇએ તો ભારતની કુલ વસ્તિના ૧ ટકા વસ્તિ પણ હજુ કોરોનાનો શિકાર બની નથી. તેમ છતાં હોસ્પિટલની હાલત બગડી ગઇ છે. આખરે આવુ શા માટે ? આપણા દેશમાં લગભગ રોજ બે હજાર મેટ્રીક ટન ઓક્સિજનની […]

Mantavya Exclusive India
india health 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો

આપણા દેશની વસ્તિ લગભગ સવા સો કરોડ છે. તેમાંથી લગભગ દોઢ કરોડ લોકોને કોરોનાએ તેના દર્દી બનાવ્યા છે. જો કાયદાથી જોઇએ તો ભારતની કુલ વસ્તિના ૧ ટકા વસ્તિ પણ હજુ કોરોનાનો શિકાર બની નથી. તેમ છતાં હોસ્પિટલની હાલત બગડી ગઇ છે. આખરે આવુ શા માટે ? આપણા દેશમાં લગભગ રોજ બે હજાર મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે રોજ સાત હજાર મેટ્રીક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. તેમ છતાં ઓક્સિજનની અછત શા માટે ? આ સવાલોના જવાબ આજે તમારી સામે છે. ૩૨ લાખ ૮૭ હજાર ૨૬૩ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું આ હિન્દુસ્તાન છે. સરકારી આંકડાઓ કહે છે કે તેમાં ૧ અરબ ૩૬ કરોડની વસ્તિ રહે છે. પણ હકીકતમાં થોડી વધારે. ક્ષેત્રફળના હિસાબે આપણા દેશમાં વસ્તિ એટલી છે કે કેટલીક વખત આપણે ત્યાં સુલભ શૌચાલયમાં પણ લાઇન લાગી જાય છે. તો પછી બાકીની જગ્યાની તો વાત જ શું કરવી ?

remdesivir 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો

અહી લોકો એટલી ભીડમાં રહે છે. ભીડમાં સફર પણ કરે છે. ખરીદી પણ ભીડમાં જ કરે છે..,અને ચાલે પણ ભીડમા છે. જે દેશના લોકોને આટલી ભીડમાં રહેવાની આદત હોય હવે તેને અલગ કરવો એટલો આસાન નથી. અને તેવામાં એન્ટ્રી થાય છે કોરોનાની. આપણને પસંદ નથી કે કોઇ કેદ કરે. આપણને આદત છે દરેક મુસીબતને હસતાં હસતાં સ્વિકારવાની. પણ આ મુસીબત ને મજાક કરવાની ચીજ છે કે ન આસાનીથી તેની સાથે રમી શકાય છે. અને એવા દેશમાં તો બિલકુલ નહી., જ્યાં મુંબઇ, દિલ્હી, અને કોલકતા જેવા શહેરોની વસ્તિ યુરોપના દેશોની કુલ વસ્તિથી પણ કેટલી વધારે છે. જરા વિચારો અહી આ વાયરસ કેવી કફોડી હાલત બનાવશે. હજુ તો માત્ર તેને ટ્રેલર સમજો. કારણ કે લગભગ દોઢ અરબની વસ્તિવાળા દેશમાં દોઢ કરોડ જેટલા લોકો જ તેનો શિકાર બન્યા છે. કારણ કે જોવા જઇએ તો હજુ દેશના એક ટકા લોકો પણ કોરોનાનો શિકાર બન્યા નથી. ત્યારે આવી હાલત છે. આવડા મોટા આપણા દેશમાં ૧ અરબ ૩૬ કરોડની વસ્તિ માટે માત્ર ૬૭ હજાર હોસ્પિટલો છે. તેમાં ૨પ, ૭૭૮ સરકારી હોસ્પિટલ છે. ૨૧,૪૦૩ ગ્રામિણ વિસ્તારમાં અને ૪,૩૭પ શહેરી વિસ્તારમાં. દેશમાં કુલ ૪૩,૪૮૬ પ્રાઇવેટ હોસ્પિટલ છે. એટલે કે ભારતના હેલ્થ સેક્ટરમાં પ્રાઇવેટ પેની ભાગીદારી ૬૨ ટકા છે. ગ્લોબલ સર્વે કરનારી અમેરીકી એજન્સીના આંકડાઓ પ્રમાણે. સૌથી વધારે હોસ્પિટલ ઉત્તરપ્રદેશમાં છે.

HOSPITAL 1 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો

કોરોનાના આ કાળમાં હોસ્પિટલોની મારામારી તો છે જ પણ તેનાથીય વધારે મુશ્કેલી થઇ રહી છે બેડની. હોસ્પીટલોમાં દર્દીઓની બેડ પણ નથી મળી રહ્યા.દર્દીઓને જમીન પર કે હોસ્પિટલની સીડીઓમાં સારવાર લેવી પડી રહી છે. તમને એ જાણીને નવાઇ લાગશે લગભગ દોઢ અરબની આ વસ્તિની હિસાબે આપણી હોસ્પિટલોમાં માત્ર ૧૯ લાખ બેડ દર્દીઓ માટે છે. જેમાંથી સાત લાખ ૧૪ હજાર બેડ સરકારી હોસ્પિટલોમાં અને બાકીના ૧૧ લાખ ૮પ હજાર બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં છે. દેશમાં સૌથી વધારે બેડ પણ ઉત્તરપ્રદેશમાં છે.

BED 1 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો
કોરોના જે રીતે લોકોને શિકાર બનાવી રહ્યો છે. તેના માટે દર્દીઓને આઇસીયુ બેડની જરૂર પડી રહી છે. કેટલાય દર્દીઓએ એટલા માટે જીવ છોડી દીધો કારણ કે કેટલાય દર્દીઓને સમયસર આઇસીયુ બેડમાં દાખલ જ ન કરાવી શકાયા. દેશમાં કુલ ૯૪,૯૬૧ આઇસીયુ બેડ છે. જેમાં લગભગ ૩પ હજાર સરકારી અને પ૯ હજાર બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં છે. આઇસીયુ બેડની સૌથી વધારે સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે.

ICU BED 1 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો
પણ જ્યારે જીંદગી મોત સામે ઝઝુમવા લાગે, બચવાનો કોઇ રસ્તો નજરે ન પડે. ત્યારે દર્દીને જરૂર પડે છે વેન્ટિલેટરની. એ મશીન જે મરેલાઓને પણ જીવતા રાખે છે. ઉખડતા શ્વાસને બાંધી રાખે છે. ખાસ કરીને કોરોનાના એવા સમયે જ્યારે આ ખતરનાક વાયરસ ફેંફસા પર હૂમલો કરીને શ્વાસને રોકી રહ્યો છે. ત્યારે તો વેન્ટીલેટરની જરૂર પહેલાં કરતાં વધારે પડી રહી છે. દેશમાં કુલ વેન્ટિલેટરની વાત કરીએ તો આ સંખ્યા, માત્ર ૪૭,૪૮૧ છે. તેમાં પણ સરકારી હોસ્પિટલોમાં આ સંખ્યા ૧૭,૮પ૦ જ વેન્ટિલેટર છે. બાકીના ત્રીસ હજાર વેન્ટીલેટર પ્રાઇવેટ હોસ્પિટલોના છે. જેનો ખર્ચો ભોગવવો સામાન્ય વ્યક્તિ માટે ગજા બહારની વાત છે. આંકડાઓની વાત કરીએ તો દેશમાં સૌથી વધારે વેન્ટીલેટર ઉત્તરપ્રદેશમાં છે.

VANTLATER 1 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો
વેન્ટીલેર હોય, હોસ્પિટલ હોય, બેડ હોય કે આસીયું, સ્વાસ્થયના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્તરપ્રદેશ સૌથી આગળ છે. કારણ કે ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટુ રાજ્ય છે. અહી દેશની સૌથી વધારે વસ્તિ રહે છે. તેમ છતાં પ્રસાશન અને સરકાર કોરોનાના વધતા કેસો પર લગામ લગાવવામાં નિષ્ફળ જોવાઇ રહયા છે. ઉત્તરપ્રદેશમાં રોજ ૩પ હજારથી વધારે કેસો સામે આવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં લગભગ ૧૦ હજારથી વધારે મોત થઇ ગયા છે. યુપી જ નહી આખા દેશમાં હાલત ખરાબ થઇ ચૂકી છે. જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. તેનાથી ભારતનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપકરણ માત્ર કાફી નથી. જાણકારો પ્રમાણે કોરોના સામે લડવા માટે ભારતને આવતા એક મહીનાની અંદર પચાસ હજાર વેન્ટિલેટર અને હોસ્પિટલોમાં બે લાખથી વધારે બેડની જરૂરીયાત ઉભી થઇ શકે છે. જ્યારે ૧૭ હજાર આસીયુ બેડની જરૂરીયાત થઇ શકે છે.

india health 1 1.36 કરોડની વસ્તી સામે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઇ લો