IND vs ENG/ આ ખેલાડીનું Passion તો જુઓ, લોહી નિકળતુ રહ્યુ પણ મેદાન પર ડટી રહ્યો

ભારત અને ઈંગ્લેન્ડની ચોથી ટેસ્ટમાં એક ખેલાડીનું passion એવુ જોવા મળ્યુ કે તમે પણ ચોંકી જશો, તેને લોહી નિકળતુ રહ્યુ પણ તે મેદાનમાં ડટી રહ્યો.

Sports
passion

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરીઝની ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ભારતીય બેટ્સમેનો ઈંગ્લિશ બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને 61.3 ઓવરમાં 191 રન બનાવીને આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનાં ઝડપી બોલરો ભારતીય બેટ્સમેનોને કોઈ છૂટ કે ઢીલ આપવાના મૂડમાં નહોતા. પ્રથમ દિવસની રમતનાં બીજા સત્ર દરમિયાન, ઈંગ્લેન્ડનાં કેમ્પમાંથી એક ફોટો બહાર આવ્યો જેણે તમામ ક્રિકેટ પ્રેમીઓને ભાવનાત્મક અને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

1 64 આ ખેલાડીનું Passion તો જુઓ, લોહી નિકળતુ રહ્યુ પણ મેદાન પર ડટી રહ્યો

આ પણ વાંચો – IND vs ENG / હસીબ હમીદની આ હરકતથી ભડક્યા કેપ્ટન કોહલી, એમ્પાયરને કરી ફરિયાદ

ઈંગ્લેન્ડનાં દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન સમગ્ર સીરીઝમાં શાનદાર ફોર્મમાં રહ્યો છે. ચોથી ટેસ્ટનાં પહેલા દિવસે પણ તે તેની સંપૂર્ણ લયમાં જોવા મળ્યો હતો. પરંતુ તે જ સમયે જ્યારે કેમેરામેને કેમેરો ઘૂંટણ તરફ કર્યો ત્યારે ક્રિકેટ પ્રેમીઓની આંખો ફાટી ગઈ હતી. તે સમયે એન્ડરસનનાં ઘૂંટણની નજીક લોહી દેખાતું હતું. ઈજા હોવા છતાં, 39 વર્ષીય એન્ડરસન મેદાન પર ડટી રહ્યો અને તેના પરિચિત અંદાજમાં બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું અને બીજી તરફ તેના ઘૂંટણમાંથી રક્તસ્ત્રાવ ચાલુ રહ્યો. બોલિંગ કરતી વખતે તેણે ભારતીય બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલવામાં કોઈ કસર છોડી ન હોતી. આ ઘટના ભારતનાં પ્રથમ દાવની 42 મી ઓવરમાં બની હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (50) અને અજિંક્ય રહાણે (5) તે સમયે બેટિંગ કરી રહ્યા હતા. જલદી એન્ડરસનની લોહીથી રંગાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ. આ જોયા બાદ લોકોએ તેના વખાણ કરવાનું શરૂ કરી દીધુ હતુ. પરંતુ તે સમય દરમિયાન તેને કઈ રીતે અને ક્યારે આ ઈજા થઈ તે જાણી શકાયું નથી.

1 65 આ ખેલાડીનું Passion તો જુઓ, લોહી નિકળતુ રહ્યુ પણ મેદાન પર ડટી રહ્યો

આ પણ વાંચો – Cricket / આ ખેલાડીએ સ્પાઇડરમેન સ્ટાઇલમાં પકડ્યો કેચ, જુઓ આ શાનદાર Video

ચાહકો એન્ડરસનનાં જજ્બાનાં વખાણ કરી રહ્યા હતા કારણ કે આ ઈજાની અસર તેના બોલની ઝડપ અને ધારમાં દેખાતી ન હોતી. ઘૂંટણની ઈજા બાદ સમાન લય સાથે બોલિંગ કરવી સરળ નથી. પરંતુ એન્ડરસને એવો જુસ્સો બતાવીને ચોક્કસપણે તેના ચાહકોની સંખ્યામાં વધારો કર્યો છે. એન્ડરસને પ્રથમ દાવમાં 14 ઓવર ફેંકી હતી અને આ સમયગાળા દરમિયાન 41 રનમાં 1 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ત્રણ ઓવર મેડન્સ પણ ફેંકી હતી. ટીમ ઈન્ડિયા આ મેચમાં 191 રનમાં સમેટાઇ ગઇ હતી, જે બાદ ઈંગ્લેન્ડની બેટિંગ પણ કઇ ખાસ રહી નહોતી. ઈંગ્લેન્ડે પણ તેની મુખ્ય ત્રણ વિકેટો ગુમાવી દીધી છે.