ગુજરાત/ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરતોને આધિન નિકળશે, ગૃહમંત્રીની જાહેરાત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે કે નહી તેને લઇને છેલ્લા ઘણા દિવસોથી અસમંજસની સ્થિતિ હતી. ત્યારે આજે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે એક મોટી જાહેરાત કરી છે. 

Top Stories Gujarat Others
11 200 અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરતોને આધિન નિકળશે, ગૃહમંત્રીની જાહેરાત
  • રથયાત્રામાં શરતોને આધિન મંજૂરી
  • પ્રદીપસિંહ જાડેજા એ કરી જાહેરાત
  • રથયાત્રા દરમ્યાન લાગશે કર્ફ્યું

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે કે નહી તેને લઇને છેલ્લા ઘણા દિવસોથી અસમંજસની સ્થિતિ હતી. ત્યારે આજે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે એક મોટી જાહેરાત કરી છે.

11 201 અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરતોને આધિન નિકળશે, ગૃહમંત્રીની જાહેરાત

મોટા સમાચાર / હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યા બાદ સ્થાનિક પોલીસે 4 શંકાસ્પદ લોકોને કર્યા ઠાર

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મોટી જાહેરાત કરી છે. અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધિન મંજૂરી આપવામાં આવી છે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખવાની સાથે રથયાત્રા નીકળશે. આ રથયાત્રા દરમ્યાન કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, અમદાવાદમાં રિકવરી રેટ 98.5 કરતા વધુ છે. તેમણે કહ્યુ કે, શ્રદ્ધા સાથે સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયાસ કરવો. વળી આ સમગ્ર માર્ગ પર પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાડેજાએ કહ્યુ કે, સ્થાનિક તંત્ર કર્ફ્યુનો અમલ કરાવશે. રથયાત્રા જ્યાથી નીકળશેે તે માર્ગ પર કર્ફ્યુ રાખવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ મંગલા આરતીમાં ભાગ લેવા માટે આવશે. ઉપરાંત પહિંદવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે. આ વિધિમાં મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. રથયાત્રાનું દૂરદર્શન પર લાઈવ કવરેજ કરવામાં આવશે. વળી કોઈ માર્ગ પર આવીને રથનાં દર્શન કરી શકશે નહી. રથયાત્રામાં 5 જેટલા વાહનો હોય છે, 3 રથ સહિત માત્ર 5 વાહનને પરવાનગી આપવામાં આવશે.

11 202 અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરતોને આધિન નિકળશે, ગૃહમંત્રીની જાહેરાત

Tribute / દિલીપકુમાર સાથે અનિલ કપૂરે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ત્રણ ફિલ્મો કરી, હૃદયપૂર્વક આપી શ્રદ્ધાંજલિ

આપને જણાવી દઇએ કે, રથયાત્રા પહેલા ખલાસીઓએ વેકસીનનો પ્રથમ ડોઝ લેવો પડશે. વળી આ રથયાત્રામાં ફેસ કવર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે યાત્રા નીકળશે. આ રથયાત્રાનો કોર કમિટીએ નિર્ણય લીધો છે. અમદાવાદમાં રથયાત્રા નિજ મંદિરથી નીકળી સરસપુરમાં મોસાળની વિધિ કરશે. વળી નિશ્ચિત સમય માટે જ મોસાળમાં ભગવાન રોકાશે. પરંપરાગત રથયાત્રા જેમ હાથી, ટ્રકો, ભજન મંડળી, અખાડાને પરવાનગી આપવામાં આવી નથી. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી મંદિરમાં આરતી કરશે. રથયાત્રા દરમ્યાન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાગશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજ પર ટ્રાફિક નિયંત્રિત કરાશે. સામાન્ય રીતે આ રથયાત્રા દરમ્યાન પરંપરાગત ભોજન સમારોહ યોજાય છે જે આ વર્ષે યોજાશે નહી. આ રથયાત્રા 5 કલાકમાં પૂર્ણ થશે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સૂચના આપવામા આવી છે. 19 કિ.મી. ની રથયાત્રા સવારે મંદિરથી પ્રસ્થાન કરશે. રથયાત્રા નીકળશે તેની સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યુ લાગશે. આ માર્ગદર્શક સૂચના રાજ્યની તમામ રથયાત્રાને લાગુ પડશે. આ સમગ્ર રથયાત્રા દરમ્યાન સ્થાનિક પોલીસ, એસ આર પી બંદોબસ્ત જાળવશે. રથયાત્રામાં 60 ખલાસી, મંદિરનાં મહંત, ટ્રસ્ટીઓને જ જોડાવાની પરવાનગી આપવામા આવશે. કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં થાય તો પગલા લેવાશે. સમગ્ર માર્ગ પર સરસપુર સિવાય રથયાત્રા ક્યાંય નહીં રોકાય. માર્ગ પર રથયાત્રાનું સ્વાગત કરી શકાશે નહી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…