Rule Changes From 1st September 2026: ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને 1 સપ્ટેમ્બરથી કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી શકે છે. આ ફેરફારો સામાન્ય પરિવારના બજેટથી લઈને વાહન ખરીદી અને વિદેશ પ્રવાસ સુધી અસર કરી શકે છે. ચાલો જાણીએ સપ્ટેમ્બરથી કયા મોટા બદલાવ જોવા મળી શકે છે.
LPG સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. સપ્ટેમ્બર 2026માં પણ ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ઓગસ્ટમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો.

LPG e-KYC માટે મહત્વની સમયમર્યાદા
જો તમે LPG સબસિડી અથવા નિયમિત ગેસ કનેક્શન સંબંધિત સેવાઓ ચાલુ રાખવા માંગતા હોવ તો e-KYC મહત્વપૂર્ણ બની શકે છે. IOCL, BPCL અને HPCL દ્વારા LPG e-KYCની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હોવાનું જણાવાયું છે. સમયસર પ્રક્રિયા પૂર્ણ ન કરનાર ગ્રાહકોને આગળ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દર મહિનાની શરૂઆતમાં ઓઇલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFના ભાવમાં પણ સુધારો કરે છે. સપ્ટેમ્બરમાં ATFના ભાવ બદલાય તો તેની અસર હવાઈ મુસાફરીના ખર્ચ પર પડી શકે છે. આ ઉપરાંત CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

ટાટાની કાર ખરીદવી મોંઘી પડી શકે
1 સપ્ટેમ્બરથી(September) કાર ખરીદનારા ગ્રાહકો માટે પણ મહત્વનો ફેરફાર છે. ટાટા મોટર્સે પોતાની પેસેન્જર કાર અને SUVના ભાવમાં 25,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હોવાનું જણાવાયું છે. આ વધારો પેટ્રોલ-ડીઝલ વાહનો ઉપરાંત કેટલાક ઇલેક્ટ્રિક મોડલ્સ પર પણ લાગુ થઈ શકે છે. મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે ભાવવધારો અલગ હોઈ શકે છે. આ ઉપરાંત હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દ્વારા પણ આ વર્ષે કારના ભાવમાં વધુ એક વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વિદેશ જતા મુસાફરો માટે એરપોર્ટ પર મોટો ફેરફાર
વિદેશ પ્રવાસ કરનારા ભારતીય મુસાફરો માટે પણ સપ્ટેમ્બરથી(September) પ્રક્રિયામાં ફેરફાર જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય મુસાફરોને ઇમિગ્રેશન દરમિયાન બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ કરાવવાની જરૂર નહીં રહે. મુસાફરો મોબાઇલમાં ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

September થી તમારા ખિસ્સા પર શું અસર પડશે?
LPGના ભાવ, ગેસની e-KYC, ATF અને CNGના દર તેમજ કારની કિંમતોમાં ફેરફાર સીધી રીતે તમારા માસિક બજેટને અસર કરી શકે છે. જ્યારે એરપોર્ટ પરની નવી પ્રક્રિયા વિદેશ પ્રવાસ કરનારાઓ માટે સમય અને પ્રક્રિયા બંનેને સરળ બનાવી શકે છે.
નોંધ: ઉપરના ફેરફારોમાં કેટલાક ભાવ અને નિયમો સપ્ટેમ્બર(September) 1ના સત્તાવાર નિર્ણય બાદ જ ચોક્કસ થશે, તેથી અંતિમ માહિતી માટે સંબંધિત કંપની અથવા સરકારી વિભાગની જાહેરાત તપાસવી જરૂરી છે.
આ પણ વાંચો:રક્ષાબંધન પર Namo Bharat Train: દર 8 મિનિટે મળશે ટ્રેન, 47 Extra Trips થી મુસાફરોને મોટી રાહત
આ પણ વાંચો:E20 Petrol: ગુણવત્તા અંગે સરકારનો મોટો નિર્ણય, Chloride Limitને ફરજિયાત બનાવવાની તૈયારી
આ પણ વાંચો:શું આજે ઈદ-એ-મિલાદના દિવસે શેર બજાર બંધ છે? જાણો ક્યારે આવશે બજારની આગામી રજા
