Not Set/ LRD વિવાદ/ સરકાર વિરુદ્ધ મહિલાઓનાં સુત્રોચ્ચાર, ‘સરકાર હમસે ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ’

એલઆરડી વિવાદને લઇને સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ મામલામાં વધુ એક સમાચાર સામે આવ્યા છે. જ્યા મહિલાઓ વડાપ્રધાન મોદીની માતા હીરાબાનાં આશીર્વાદ લેવા રવાના થતા પોલીસે તેમને અટકાવ્યા છે. ત્યારબાદ પોલીસે આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. આ તંગ વાતાવરણ પ્રવીણ રામ અને DYSP ની […]

Top Stories Gujarat Others
ANDOLAN 1 LRD વિવાદ/ સરકાર વિરુદ્ધ મહિલાઓનાં સુત્રોચ્ચાર, ‘સરકાર હમસે ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ’

એલઆરડી વિવાદને લઇને સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ મામલામાં વધુ એક સમાચાર સામે આવ્યા છે. જ્યા મહિલાઓ વડાપ્રધાન મોદીની માતા હીરાબાનાં આશીર્વાદ લેવા રવાના થતા પોલીસે તેમને અટકાવ્યા છે. ત્યારબાદ પોલીસે આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ થતા વાતાવરણ તંગ બન્યુ હતુ.

આ તંગ વાતાવરણ પ્રવીણ રામ અને DYSP ની વાતચીત બાદ ઠારે પડ્યુ હતુ. જો કે મહિલાઓએ આ મામલે હવે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધુ છે. સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા મહિલાઓએ કહ્યુ કે, ‘સરાકર હમસે ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ, ભાજપ સરકાર શરમ કરો, મહેસાણા તો ઝાંકી હૈ પુરા ગુજરાત બાકી હૈ.’ સમગ્ર ઘટના પર પોલીસ દ્વારા આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી રહી હોવાનુ સામે આવી રહ્યુ છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.